ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2023 (12:51 IST)

મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યુ, 125 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામમાં 6 ઈંચ ખાબક્યો

rain gujarat
રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. બિપરજોય વાવાઝોડાને પગલે આ વર્ષે નિયત સમય કરતા 10 દિવસ મોડું શરુ થયુ છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 125 તાલુકામાં મેઘરાજા વરસ્યા હતા. વલસાડના ઉમરગામમાના સૌથી વધુ 6 ઈંચ વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ પાણી ભરાય ગયા હતા.વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી જે મુજબ રાજ્યના 125 તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં હજુ પણ આગામી ચાર દિવસ વરસાદી માહોલ સર્જાશે જેને પગલે ભેજનું પ્રમાણ ઓછું થશે. 
rain gujarat
રાજ્યના 125 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 125 તાલુકમાં વરસાદ નોંધાયો હતો જેમા વલસાડ જિલ્લામાં આવેલા ઉમરગામમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો જેના પગલે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. બીજી તરફ મુશળધાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અમરેલીમાં પણ છેલ્લા 24 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે જ માંગરોળ, વાગરા, ભરુચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં પણ 1.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તેમજ સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. રાજકોટમાં ગઈકાલે સવારે વાદળછાયું વાતાવરણ હતુ. જો કે બપોર બાદ મેધરાજાનું આગમન થયુ હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ સાથે જ રાજકોટ જિલ્લામાં મોટા મહિકામાં વીજળી પડતા એક ખેત મજૂરનું મોત થયુ હતું.
rain gujarat
રાજ્યમાં આગમી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 24 કલાક બાદ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવમાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બે દિવસ બાદ ચોમાસાનું જોર વધી શકે છે. આજથી ચાર દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક સ્થળોએ પણ વરસાદ થવાની શક્યતા છે. આ સાથે કચ્છના કેટલાક સ્થળોએ પણ વરસાદ થઇ શકે છે તેમ હવામાન વિભાગે માહિતી આપી છે.