ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 નવેમ્બર 2021 (18:25 IST)

ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન, ડ્રગ્સના દૂષણને દૂર રાખવા સરકાર સતત પ્રયાસરત

રાજ્યમાં આજ રોજ દેવભૂમિ દ્વારકામાંથી પણ 300 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચ્યો છે.  ડ્રગ્સ રેકેટને લઇને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ ડ્રગ્સના દૂષણને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, ‘ડ્રગ્સનું દૂષણ વેસ્ટર્ન દેશોમાં વધ્યું છે અને યુવાધનને આ દલદલમાં ફસાવવામાં આવી રહ્યું છે.
 
 ગુજરાતનું ગૃહ વિભાગ અને પોલીસ છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાતના ખૂણાને ડ્રગ્સના દૂષણને દૂર રાખવા માટે સતત કામ કરી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘હું રાજ્યના પોલીસ વડા સહિત સમગ્ર પોલીસનો આભાર માનું છું. બે માસમાં રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે ડ્રગ્સની ગંભીરતાને ધ્યાને રાખી તેને સતત નાથવાનો પ્રયાસ કર્યો છે.
 
આ સાથે જ આજ રોજ દ્વારકામાંથી ઝડપાયેલા 66 કિલો ડ્રગ્સ મામલે તેમણે જણાવ્યું કે, ‘આજના ડ્રગ્સનો આંકડો હજુ આવતા વાર લાગશે. છેલ્લાં બે દિવસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે પેડલર પકડ્યો છે. જ્યારે સુરત પોલીસે રાજસ્થાન આવતા પેડલરને પકડ્યો હતો. મહેસાણાથી અને છોટા ઉદેપુર ખાતે પણ આની ખેતી પકડાઈ હતી.