શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2023 (12:33 IST)

Mumbai-Ahmedabad Bullet Train - બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં 50 કિ.મીનો બ્રિજ તૈયાર, 180 કિલોમીટરના રૂટ પર પિલર પણ બની ગયા

Gujarat Bullet Train
અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ (બુલેટ ટ્રેન) રેલ કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપે ગુજરાતમાં 50.16 કિલોમીટર રૂટ પર બ્રિજ (વાયડક્ટ)નું કામ પૂરું થઈ ગયું છે. આ વાયડક્ટ પર ફુલ સ્પાન અને ગર્ડર પણ લોંચ કરાયા છે અને 180 કિલોમીટરના રૂટ પર પિલર પણ તૈયાર કરી દેવાયા છે.એનએચએસઆરસીએલના અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં 50 કિમીના વાયડક્ટમાં વડોદરા પાસે 9 કિલોમીટર તેમજ અન્ય વિસ્તારમાં 41 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે.

એજ રીતે 285 કિમી લાંબા વિસ્તારમાંથી 216 કિમી વિસ્તારમાં પિલરના પાયાનું ફાઉન્ડેશન તૈયાર કરી દેવાયું છે. હાલ સાબરમતીથી વાપી સુધીના રૂટ પર આવતા 8 સ્ટેશનો તૈયાર કરવાનું કામ ચાલુ છે. બુલેટ ટ્રેનનું નડીયાદ આણંદ પહેલું સ્ટેશન છે જ્યાં કોન્કોર એરિયા માટે 425 મીટરનો પહેલો માળ તૈયાર થઈ ગયો છે. પ્રોજેક્ટ માટે અત્યાર સુધી કુલ 99 ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે. જેમાં ગુજરાતમાં લગભગ 99 ટકા, દાદરા નગર હવેલી વિસ્તારમાં 100 ટકા તેમજ મહારાષ્ટ્રમાં 99.75 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થઈ ગયું છે.