ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2023 (11:09 IST)

વડોદરા: 27 વર્ષના વકીલનું હાર્ટએટેકથી મોત

death
કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધતા જઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં અનેક યુવાનોને હાર્ટ એટેક આવ્યાના સમાચાર ખરેખર ચિંતાજનક બાબત છે. કેટલાક યુવાનો રમત રમતા પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાલ ચાલતા ચાલતા જ અચાનક ઢળી પડે છે. આવામાં વડોદરામાંથી આવા જ એક વધુ સમાચાર આવ્યા છે. વડોદરામાં 27 વર્ષના એડવોકેટનું હાર્ટએટેકથી મોત થયું છે. નિહાલ ત્રિવેદીને હાર્ટએટેક આવતા મૃત્યુ થયું છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમીનલ બાર એસો.એ શ્રદ્ધાંજલિ આપી છે. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું છે. 
 
બીજી તરફ બાર એસોસિએશનને પણ સમાચાર મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. વકીલોમાં પણ શોકની લહેર દોડી ગઇ હતી. પરિવારને પણ ઘટના બાદ ભાંગી પડ્યો હતો. યુવાન અચાનક ઢળી પડતા પરિવાર દ્વારા તત્કાલ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે ફરજ પર હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ડોક્ટર્સ દ્વારા જ્યારે પરિવારને જાણ કરવામાં આવી તો પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારમાંથી જવાન જોધ યુવાન જતો રહેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.