બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (11:42 IST)

મુંબઈ- અમદાવાદ વચ્ચે 22થી 25 નવેમ્બર સુધી હેરિટેજ ટ્રેન ચલાવશે

અમદાવાદ શહેરમાં સાપ્તાહિક હેરિટેજ વીકની ઉજવણીના ભાગરૂપે ભદ્રના કિલ્લો, એલિસબ્રિજ, માણેકબુર્જ, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, કાલુપુર મંદિર જેવા હેરિટેજ સ્થળોને રોશનીથી શણગારાયા છે. 25 નવેમ્બર સુધી હેરિટેજક વીક ઉજવાશે. 1411માં અહેમદ શાહ બાદશાહે ભદ્રનો કિલ્લો બાંધ્યો હતો. નગરદેવી ભદ્રકાળી મંદિરના કારણે આ કિલ્લાને ભદ્રનો કિલ્લો કહેવાય છે. મ્યુનિ.-પુરાતત્ત્વ વિભાગે 2014માં કિલ્લાનું રિનોવેશન કર્યું હતું. અમદાવાદના ઈતિહાસ સાથે ઘણી બધી લોકવાયકા જોડાયેલી છે. ભો.જે. વિદ્યાભવનના પૂર્વ નિયામક રામજી સાવલિયાનું કહેવું છે કે, ભદ્રના મંદિરની લક્ષ્મીજીની પ્રતિમા સ્થાપિત થયેલી છે. આજે પણ ભદ્રના કિલ્લા પર લક્ષ્મીજીના હાથની છાપ જોવા મળે છે. અહીંના વેપારીઓ આજે પણ આ હાથને ફૂલહાર કરી તેમજ અગરબત્તી અને દીવા કરી ધંધો ચાલુ કરે છે. અમદાવાદ સહિત દેશભરમાં મંગળવારથી હેરિટેજ વીકની ઉજવણી શરૂ થઈ છે. આઈઆરસીટીસી 22થી 25 નવેમ્બર સુધી મુંબઈથી અમદાવાદ વિશેષ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડાવશે પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિની સાથે પાટણની રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર, અમદાવાદના હેરિટેજ સ્થળો, સ્ચેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરાવાશે. 22મીએ મુંબઈથી ઉપડ્યા બાદ આ વિશેષ ટ્રેનના પ્રવાસીઓને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત જાહેર કરાયેલા રાણકી વાવ અને મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત કરાવવામાં આવશે. ત્યારબાદ અમદાવાદના વિવિધ હેરિટેજ સ્થળોની મુલાકાત કરાવી પ્રવાસીઓને ચાંપાનેર, પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક લઈ જવામાં આવશે.