ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (18:27 IST)

નર્મદાની મહાઆરતી સમયમાં ફેરફાર કરાયો, સાંજે 7:00 વાગ્યાને બદલે 7:30 વાગ્યે યોજાશે

વારાણસીમાં જે પ્રકારે સંધ્યા આરતી થાય છે જ રીતે કેવડિયામાં નર્મદાની મહાઆરતી થાય છે. આ સમયમાં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ કેવડિયામાં 'સ્ટેચ્યુ ઓફ યૂનિટી' માં આવેલા લેઝર શો સાથે સંધ્યા આરતીનો લાભ કઈ શકે તે હેતુસર આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. નર્મદાની મહા આરતી સાંજે 7:00 વાગ્યાને બદલે 7:30 વાગ્યે યોજાશે. તો લેઝર શોનો સમય સાંજે 7 વાગ્યાને બદલે 6. 45 વાગ્યે યોજાશે. પ્રવાસીઓ બંને કાર્યક્રમો માણી શકે તે માટે આ  નિર્ણય લેવાયો છે. 
 
કેવડિયામાં અન્ય આકર્ષણો 
ગુજરાતના નર્મદા કિનારે આવેલા કેવડિયાને વૈશ્વિક ફલક પર પ્રવાસન ધામ તરીકે વિકસાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  પોતાની દીર્ઘ દ્રષ્ટિ મુજબ ધાર્મિક સ્થળ તરીકે પણ વિકસાવી રહ્યા છે. જેનાં ભાગરૂપે મહિનાઓ અગાઉ PM નરેન્દ્ર મોદીએ ગોરા નજીક ₹14 કરોડના ખર્ચે નર્મદા ઘાટના નિર્માણની જાહેરાત કરી હતી. નમોના નમામી દેવી નર્મદે પ્રોજેક્ટ હેઠળ 7 થી 8 મહિનામાં નર્મદા ઘાટ તૈયાર થઈ ગયો છે. ગોરા પુલ પાસે નવનિર્મિત ઘાટની લંબાઇ 131 મીટર અને ઉંડાઈ 46 મીટરની છે