શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (16:34 IST)

જાણો ચૂંટણી પંચે ભાજપના બે ધારાસભ્યોને કેમ ક્લિન ચીટ આપી?

હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને સંતરામપુરના ધારાસભ્ય કુબેરસિંહ ડિંડોરને ઈલેક્શન કમિશને તપાસ બાદ ક્લીન ચીટ આપી દીધી છે. બંને પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં પ્રમાણ કરતાં વધુ ખર્ચ કરવાનો આરોપ હતો. ભાજપના બે ધારાસભ્યો હિંમતનગર બેઠકમાંથી રાજેન્દ્રસિંહ ચાવડાએ 33.78 લાખ અને સંતરામપુર બેઠકમાંમાંથી કુબેર ડીંડોર 28.95 લાખ એમ નિર્ધારીત મર્યાદા કરતા વધુનો ચૂંટણી ખર્ચ કર્યો છે.

ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણીના પરિણામ જાહેર થયાના 30 દિવસમાં પ્રત્યેક ધારાસભ્યે પોતાના ચૂંટણીખર્ચની વિગત દર્શાવવી પડે છે. ગુજરાતના ધારાસભ્યો માટે આ ડેડલાઇન 17 જાન્યુઆરીની હતી. નિયમ અનુસાર કોઇપણ ધારાસભ્યને નિર્ધારીત મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચની મંજૂરી નથી. પરંતુ કોઇ ધારાસભ્ય મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચ કરે તો તેને લોકપ્રતિનિધિત્વ ધારાના 123(6) હેઠળ ભ્રષ્ટ નીતિ ગણવામાં આવે છે પંચને ગેરલાયક ઠેરવવાની સત્તા રહેલી છે. જો આમ થાય તો પેટાચૂંટણી આવી શકે છે.