ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (13:05 IST)

અમદાવાદમાં 3જા માળેથી પાણીની ટાંકી ધરાશયી થતાં 2ના મોત

અમદાવાદમાં આજે વહેલી સવારે પ્રગતિનગર પાસે એકતા એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં તેમાં ત્રણ જણ દટાયા હતાં જેમાંથી બે લોકોના મોત થયાં છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે અમદાવાદના પ્રગતિનગર પાસે આવેલા એકતા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રાખેલી પાણીની ટાંકી ધરાશયી થતાં ઘટનાસ્થળે એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય એકનું મોત સારવાર દરમિયાન નીપજ્યું હતું.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થતાં બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ત્રીજા માળેથી પાણીની ટાંકી તુટતાં નીચેના ફ્લેટ પણ તુટી ગયા હતાં. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની બે ટીમો પહોંચી હતી.પાણીની ટાંકી ધડાકાભેર ધરાશયી થતાં જોરદાર મોટો અવાજ આવ્યો હતો જેના કારણે આસપાસના રહિશો પણ ત્યાં આવી ગયા હતાં. આ ટાંકી ઘણાં સમયથી લીકેજ હોવાના કારણે ટપકતાં પાણીના કારણે ટાંકીની નીચેની જમીન પોલી બની જતાં આ ઘટના બની હતી.