PM મોદી બોલ્યા - ગંદકી કરનારાઓને વંદે માતરમ કહેવાનો હક નથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદના શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં આપેલ ભાષણના 125 વર્ષ પૂર્ણ થવા અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મશતીના અવસર પર દેશના યુવાઓને સંબોધિત કરી રહ્યા છે. આ કાર્યક્રમની થીમ યંગ ઈંડિયા ન્યૂ ઈંડિયા એ રિસજેંટ નેશન સંકલ્પથી સિદ્ધિ સુધી છે. તેમણે કહ્યુ કે વિવેકાનંદે દુનિયાને નવો રસ્તોબતાવ્યો. સવા સો વર્ષ પહેલા પણ 9/11 થયો હતો. લોકોને આજની તારીખનું મહત્વ ખબર નથી.
એક મહાપુરૂષે મને કહ્યુ હતુ કે અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે અમે જૂની ઉપલબ્ધિયોમાં જ અટકેલા છે. 1000 વર્ષ પહેલા આવુ થયુ હતુ 2000 વર્ષ પહેલા આમ થયુ. બુદ્ધે એ પણ કહ્યુ હતુ. રામે એ પણ કહ્યુ હતુ પણ જરૂર એ છે કે આજે અમે શુ કર્યુ.
ક્રિએટીવિટી વગર જીંદગી નથી. આપણે રોબોટ નથી બની શકતા. આપણે કંઈક એવુ કરીએ જેનાથી દેશની તાકત વધે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, ગંદકી ફેલાવનારાઓને વંદે માતરમ્ કહેવાનો કોઈ હક નથી. પીએમ મોદીએ કહ્યું, શું ખાવું અને શું ન ખાવું તે આપણી પરંપરા નથી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કૉલેજ-યુનિવર્સિટીમાં ચૂંટણી સમયે વિદ્યાર્થી નેતાઓ કહે છે અમે આ કરીશું, અમે આમ કરીશું, પરંતુ શું ક્યારેય તેઓએ એમ કહ્યું, કે અમે કેંપસ સાફ કરીશું. તેમણે કહ્યું, કૉલેજમાં રોઝ ડેનો હુ વિરોધી નથી. કેરલ પંજાબ દિવસની ઉજવણી કરે અને પંજાબ કેરળ દિવસ મનાવે. વિવિધતા આપણા દેશની ઓળખ છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, આજે આપણે સફાઈ કરીએ અથવા ન કરીએ પરંતુ ગંદકી ફેલાવવાનો હક આપણને નથી. એક વખત મે કહ્યું હતું કે પહેલા શૌચાલય, પછી દેવાલય. આજે ઘણી દિકરીઓ છે જે કહે છે કે શૌચાલય નથી તો લગ્ન નહી કરીએ.
પીએમ મોદીએ કહ્યું, આજે સભાગૃહમાં વંદે માતરમ્ નો નારો સાંભળીને રૂંવાડા ઊભા થઇ ગયા. પણ શું આપણને વંદે માતરમ્ કહેવાનો હક છે? આપણે પાન ખાઇને એ ભારત મા પર પિચકારી મારીએ છીએ અને પછી વંદે માતરમ્ બોલીએ? બહાર કૂડો-કચરો નાખીએ અને પછી વંદે માતરમ્ બોલીએ? વંદે માતરમ્ બોલવાનો સૌપ્રથમ હક જો આ દેશમાં કોઇને હોય તો તે સફાઇ કામદારોને છે. તેઓ ભારત માતાના સાચાં સંતાનો છે.