મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (14:08 IST)

નર્મદા રથ પર મોદીના ફોટો પર સરદાર પટેલનો ફોટો લગાવાયો, જુઓ વીડિયો

હાલમાં ગુજરાતમાં નર્મદા યાત્રા ચાલી રહી છે. આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. ત્યારે ઘણી જગ્યાએ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. હવે આવનારા સમયમાં મોદી આ યાત્રાનું સમાપન કરવા પણ ગુજરાત પધારવાના છે. ત્યારે મહેસાણાના ખેરવા ગામે પહોંચેલા નર્મદા રથ પર લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે તેનું એક કારણ એ પણ છે કે પાટીદારોનું માનવું છે કે જે નર્મદાના સ્વપ્નસેવી હતા તે સરદાર પટેલને તસવીરમાં પણ સ્થાન અપાયું નથી તો તેવા કાર્યક્રમનો તેઓ વિરોધ કરશે. બસ આ જ મુદ્દે ખેરવા ગામ ખાતે આવેલા નર્મદા રથને જોઈ ગ્રામજનો એ રથને રોક્યો હતો. લોકોનું મોટું ટોળું હતું જેમાં પાટીદારો સાથે સાથે નારાજ ચૌધરી સમાજના આગેવાનો પણ જોડાયા હોવાનું સ્થાનિક સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ટોળાએ રથને રોકી નરેન્દ્ર મોદીના ચહેરા પર જ સરદાર પટેલનો ફોટો લગાવી દીધો હતો. આ ઘટના વીડિયોમાં કેદ થઈ હતી જે વીડિયો અહીં દર્શાવાયો છે.