બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2017 (17:13 IST)

રાજકોટમા ભાજપના અગ્રણી પર હૂમલો

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં  ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુકના પુત્ર અને કારચાલક પર રવિવારે રાત્રીના સમયે બે નશાખોર શખ્સે છરીથી હુમલો કર્યો હતો. જેના પગલે બન્નેને ભારે ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં હોસ્પિટલ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. તેમજ ગોંડલ પોલીસે હુમલો કરનાર બન્ને શખ્સોની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલના ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુકના પુત્ર સાવન અને તેના કારચાલક રફીકભાઇ રવિવારે રાત્રીના 11 વાગ્યાના સુમારે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ઘર નજીક રસ્તા પર એક્ટીવા પાર્ક કરીને બેઠેલા ચાર શખ્સોને વાહન રસ્તા વચ્ચેથી દૂર કરવાનું કહેતા ઉશ્કેરાયેલા બે નશાખોર શખ્સે સાવન અને તેના ડ્રાઇવર રફીકભાઇ પર છરીથી હુમલો કરી દીધો હતો. જેમાં સાવનને હાથના ભાગે અને રફીકભાઇને પેટના ભાગે ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.