સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2017 (11:35 IST)

કોંગ્રેસમાં 5 ધારાસભ્યો રિપીટ નહીં થાય તો ભાજપમાં 50 ટકા પાટીદાર ઘારાસભ્યોના પત્તાં કપાશે

gujarat election news
દિલ્હી ખાતે મળેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠક પછી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણી માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં એક બાબત સ્પષ્ટ થઇ છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે તમામ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કર્યા પછી પણ, કોંગ્રેસ ગુજરાતમાં ચૂટાયેલા ઓછામાં ઓછા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપશે નહીં. બીજી તરફ હાલમાં ભાજપમાં 44 પાટીદાર ધારાસભ્યો છે. જેમાંથી 50 ટકાથી વધુના પત્તાં કપાઈ જાય તેવી સંભાવનાઓ સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને સાંસદ અહેમદ પટેલને જીતાડવા માટે નેવના પાણી મોભે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસે રીતસર ઝઝૂમવું પડ્યું હતું અને કોંગ્રેસના તમામ 43 ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં લઇ જવા પડ્યા હતા.  કોંગ્રેસ માટે એક એક બેઠક પર કોઇપણ હિસાબે ભાજપના ઉમેદવારની તીવ્ર સ્પર્ધા કરી શકે તેવા ઉમેદવાર મૂકવા ફરજિયાત છે