બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 જાન્યુઆરી 2018 (13:14 IST)

પોલીસબેડમાં શરુ થઈ નવી ચર્ચા ગુજરાતના એકેય IPSને રાષ્ટ્રપતિ મેડલ ન મળ્યો

દર વર્ષે પ્રજાસત્તાક દિને પોલીસ અધિકારીઓને વિશિષ્ટ કામગીરી બજાવવા બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત થતો હોય છે. જોકે, ગુજરાતમાંથી કોઈ IPSને બીજા વર્ષે મેડલ નથી મળ્યો.ગૃહ વિભાગના સૂત્રોનું માનીએ તો, આ વર્ષે 10 આઈપીએસ અધિકારીઓના નામ રાષ્ટ્રપતિ મેડલ માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી એકેયને મેડલ નથી અપાયો. સિનિયર પોલીસ અધિકારીઓને બદલે પીએસઆઈ કે તેનાથી નીચલી કેડરના પોલીસકર્મીઓને મેડલ આપવામાં આવ્યા છે. 

હોમ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર નવ જ પોલીસકર્મીઓને મેડલ અપાયા છે. પોતાને મેડલ કેમ ન મળ્યાં તેનું કારણ શોધવા આઈપીએસ અધિકારીઓ પણ મથી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો, આ નામ તેમના કોન્ફિડેન્શિયલ રિપોર્ટ તેમજ વિજિલન્સ ક્લિયરન્સની યોગ્ય તપાસ કર્યા બાદ જ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ગૃહ વિભાગે પોતે પણ બે-ત્રણ વાર સ્ક્રુટિની કરી હતી.અધિકારીઓનું કહેવું છે કે, આ વખતે નિયમો પણ બદાલાયા છે. જેમાં મિનિમમ સર્વિસ 15 વર્ષથી વધારી 20 વર્ષ કરાઈ છે. આ ઉપરાંત જેમના નામ મોકલવામાં આવે છે તેમની ફિઝિકલ ફિટનેસ પણ યોગ્ય હોવી જરુરી છે. તેમજ, જે આઈપીએસના નામ મોકલામાં આવે છે તેમાંથી અડધા છેલ્લા પાંચ વર્ષમાં જ ફોર્સમાં આવ્યા હોય તે જરુરી છે. કદાચ આ નિયમોને લીધે પણ કોઈ IPSને મેડલ નથી મળ્યા.