સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 29 માર્ચ 2018 (13:18 IST)

કરોડો લીટર પાણી વહી ગયાં બાદ મુખ્યપ્રધાન રૂપાણી બોલ્યા ઘટના દુર્ભાગ્યપૂર્ણ

મુખ્યપ્રધાન રૂપાણીએ મહાવીર જન્મ જયંતિ નિમિતે રાજકોટ માંથી નીકળેલ શોભાયાત્રા નો  પ્રારંભ કરાવ્યો હતો.રુપાણીએ રાજકોટમાં સુર્યારામપરામાં કરોડો લીટર પાણી વહી ગયુ તે અંગે નિવેદન આપતાં કહ્યું હતુ કે, કોઈના દ્રારા લાઇન તોડવામાં આવી છે સરકાર નક્કર પગલા લઇ રહી છે.આ ધટનાની ફરિયાદ નોંધી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટના દુર્ભાગ્ય પુર્ણ છે ભવિષ્યમાં કોઇ આવુ ન કરે તેની અપીલ કરી હતી. જોકે આ બનાવને ચાર દિવસથી વધુ થઇ ગયા છતા વાલ્વ રિપેરીંગના માત્ર પ્રયાસોજ થઇ રહ્યાં છે કોઇ નક્કર કામગીરી થતી નથી. રાજકોટમાં આજી ડેમ ભરવા માટે વિજય રુપાણીના પ્રયાસ બાદ સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાથી નર્મદા લીર લયાવામા સફળતા મળી હતી પરંતુ આજીડેમમા ઓછુ પાણી મળતા વચ્ચેનુ પાણી ક્યા જાય છે તે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે વાંકાનેર પાસે સુર્યારામપરા પાસે કોઇ વાલ્વ લિકેજ કર્યો હતો ત્યા રાજકોટને 20 દિ ચાલે તેટલુ પાણી વેડફાય ગયુ હતુ અને ગામમા મોટુ તળાવ ભરાઇ ગયુ હતુ આ બનાવને 5 દિવસ થી વધુ સમય થશે પરંતુ હજુ હજારો લીટર પાણી ત્યાજ છે અને લિકેજ વાલ્વ બદલાવામા તંત્રને નિષ્ફળતા મળી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપણીએ વધુમા જણાવ્યું હતુ કે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલ મગફળીનું 400 કરોડનું ચુકવણું બાકી છે જેનો છેલ્લો હપ્તો બાકી છે તે ટૂંક સમયમાં ચુકવણું કરવામાં આવશે.  મુખ્યમંત્રીએ અમદાવાદ ના નામ ને લઇ કહ્યુ હતુ કે નામ બદલાવવા અંગે સંસદ માં બહુમતીથી ઠરાવ પસાર થાય છે તેની પ્રક્રિયા હોય છે જેમાં  ભવિષ્ય માં પ્રયત્ન રહેશે અને હાલ પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે.