બે વર્ષમાં માત્ર અને માત્ર 222 જ સિંહોનાં મોત થયાં
રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્વયે રાજ્યમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં કરવામાં આવેલી જેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્તી હતી. તે પૈકી તા. 1-6-2017થી તા. 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્યુ થયા છે.
આ મૃત્યુ પૈકી 43 સિંહ, 65 સિંહણ, 85 સિંહબાળ અને 6 પાઠડાના કુદરતી અને 9 સિંહ, 9 સિંહણ અને 5 સિંહબાળના અકુદરતી મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 40 ટકા સિંહોનું કુદરતી-અકુદરતી રીતે મૃત્યુ નોંધાયા છે એવું વિધાનસભાના કોંગે્રસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સિંહ એ ગુજરાતની ઓળખ છે. સમગ્ર ભારત દેશ અને એશિયા ખંડમાં સિંહ ફક્ત ગુજરાત રાજ્યમાં જ છે ત્યારે ગુજરાતની શાન સમા સિંહોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની કુલ 523ની સંખ્યા સામે 222 સિંહોના મૃત્યુ નોંધાયા છે.