ભાજપમાં જોડાઇ શકે છે કોંગ્રેસના બે ધારાસભ્ય, રાજ્ય સરકારના કામોની કરી પ્રશંસા
ગુજરાત વિધાનસભાની છ સીટો પર પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસના બે ધારાસભ્ય ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો ચાલી રહી છે. રાજ્ય સરકારના સમારોહમાં સામેલ થયા બાદ વિકાસ કાર્ય માટે સમાચારપત્રોમાં જાહેરા આપીને સરકારની પ્રશંસા કરીને તેમણે કોંગ્રેસની વિશ્વનીયતા ગુમાવી દીધી છે.
ગુજરાતના રાજકારણમાં એકસમયે દમદાર નેતાની છબિ ધરાવનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસના પૂર્વ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાધેલા અંગત ગણાતા કોંગ્રેસના બે ક્ષત્રિય ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા તથા ગાંધીનગર ઉત્તરથી ધારાસભ્ય સીજે ચાવડાએ સોમવારે આયુષ્માન ભારત દિવસ સમારોહમાં ભાગ લીધો હતો. રાજ્યમાં ઘણા વર્ષ પછી થયું છે કે કોંગ્રેસ ધારાસભ્ય કોઇ કાર્યક્રમમાં સામેલ થયા હોય, જોકે સરકાર પોતે વિપક્ષના નેતાઓને પોતાના સમારોહમાં આમંત્રિત કરતી નથી.
કચ્છના સમાચારપત્રોમાં પ્રદ્યુમન સિંહે એક જાહેરાત આપીને પોતાના વિસ્તારમાં રોડ તથા અન્ય કામો માટે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો. જાહેરાતમાં ધારાસભ્ય સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉપમુખ્યમંત્રી નિતિન પટેલનો પણ ફોટો છે. પ્રદ્યુમન સિંહે કહ્યું હતું કે તેમણે પોતાના ક્ષેત્રનું કામ કરવું છે, એટલા માટે સરકાર સાથે સારા સંબંધો જરૂરી છે તથા તેમને ભાજપમાં જોડાવવાની કોઇ સંભાવના નથી.
પ્રદ્યુમન સિંહ કચ્છની અબડાસા સીટ પરથી કોંગ્રેસની ટિકીટ પર ધારાસભ્ય ચૂંટાયા છે. તે લાંબા સમયથી રાજ્ય સરકારના કામોની પ્રશંસા કરતા રહ્યા છે. ગત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેમની ભાજપમાં જોડાવની અટકળો ચાલી હતી.
તો બીજી તરફ ગાંધીનગર ઉત્તર સીટ પરથી ડો સીજે ચાવડા કોંગ્રેસની ટિકીટ પર વિજયી થયા હતા. સોમવારે સમારોહમાં બંને ધારાસભ્યોએ ભાગ લઇને બધાને આશ્વર્યચકિત કરી દીધા હતા. બંને ક્ષત્રિય નેતા એકસમયે શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતા હતા. પરંતુ શંકર સિંહ વાઘેલાના પાર્ટી છોડ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જ રહ્યા પરંતુ તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે. ગત પાંચ વર્ષથી રાજ્યમાં કોંગ્રેસ ધારસભ્યો ભાજપમાં જોડાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે જે હજુ પણ અટકવાનું નામ લેતો નથી