ભાજપના પૂર્વ મંત્રીની પોસ્ટથી રાજકીય વાતાવરણ ગરમાયું તો, કોંગ્રેસે કર્યો કટાક્ષ
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આજે તેમને સોશિયલ મીડિયામાં એક કવિતા પોસ્ટ કરીને રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. ભાજપ નેતા જયનારાયણ વ્યાસે દેશની સ્થિતિનું તાદ્રશ્ય વર્ણન કરતી અને કવિ જુગલ દ્ર્જીલીખિત એક કવિતા પોસ્ટ કરી છે. અને સાંપ્રત સમયની પરીસ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તો કોંગ્રેસે પણ આ બાબતે કટાક્ષ કર્યો છે. કવિ જુગલ દરજી કવિતામાં લખે છે કે યુવા બેકાર અંગે લખતા કવિના હાથ ધ્રૂજે છે. આ સાથે સાથે આ કવિતામાં બેકારી, બેરોજગારી સ્ત્રી અત્યાચારના બનાવો, ભ્રષ્ટ્રાચાર અને ભાલામણની નીતિ ઉપર પણ કવિતામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી કવિતાના કારણે રાજકારણ ગરમાયું છે તો આ અંગે જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, હું સાહિત્યનો માણસ છું મને કાવ્ય ગમ્યું એટલે મેં પોસ્ટ કર્યું. આ પોસ્ટને રાજનીતિ સાથે કોઇ લેવા-દેવા નથી. તો બીજી બાજુ જાય નારાયણ ની આ પોસ્ટ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કટાક્ષ કરતા જણાવ્યું કે, બેરોજગારી, મહિલા અત્યાચાર, મોંઘાવારી જેવી પરિસ્થિતિને જયનારાયણ વ્યાસે કવિતાના માધ્યમથી ઉજાગર કરી છે. કવિના જે શબ્દો છે તે અંગે સરકાર સંવેદનશીલ બને તે સમયની માગ છે. સાચી સ્થિતિને જયનારાયણ ભાઈએ કવિતા સ્વરૂપે રજૂ કરી છે.