ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 મે 2021 (11:30 IST)

'ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ'' ની સમિતિની જાહેરાત કરાઇ, નિતિન પટેલનો કરાયો સમાવેશ

ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા તા.29 મૅ, 2021ના રોજ એક નિવેદન જારી કરીને કોવિડ-19 ની સારવાર માટે જરૂરી તબીબી ચીજવસ્તુઓની ખરીદી ઉપર ''ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ'' (જીએસટી) માં ઉચિત રાહત આપવાના હેતુસર મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાના કન્વીનર પદે ''ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ'' (GoM)ની રચના કરવામાં છે. આ સમિતિમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના નાણા-આરોગ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં કન્વીનર સહીત કુલ 08 સભ્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં GST Council ની તા.28 મૅ, 2021ના રોજ મળેલી 43મી બેઠક બાદ કેન્દ્ર સરકારે કોવિડની સારવારને સંલગ્ન ચીજવસ્તુઓની ખરીદીમાં ''ગુડ્સ અને સર્વિસ ટેક્સ'' (GST) માં રાહત આપવા કેન્દ્રીય નાણા મંત્રાલયે કન્વીનર સહીત 08 સભ્યોના ''ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ'' ની સમિતિની તા.29 મૅ, 2021ના રોજ એક નિવેદન જારી કરીને જાહેરાત કરી હતી. 
 
આ 'ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ'' કોવિડ રસી, દવાઓ અને તેની સારવાર, ટેસ્ટિંગ કીટ્સ, મેડિકલ ગ્રેડ ઓક્સિજન, પલ્સ ઓક્સિમીટર, સેનિટાઇઝર્સ, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ-જનરેટર્સ- વેન્ટિલેટર્સ, પીપીઈ કીટ્સ, N 95 માસ્ક્સ, સર્જીકલ માસ્ક્સ,  થરમૉમિટર્સ સહિતની ચીજવસ્તુઓની ખરીદીમાં જીએસટીમાં રાહત આપવાની જરૂરિયાત છે કે નહિ તે અંગેની જરૂરિયાત ચકાસીને તેમની ભલામણો રજુ કરશે. 
 
'ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ'' દ્વારા ઉક્ત બાબતો ઉપર કરવામાં આવેલી ભલામણો તા.08 જૂન, 2021 સુધીમાં ''જીએસટી કાઉન્સિલ'' ને સુપ્રદ કરશે. 
 
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત આ સમિતિમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, ગોવાના ટ્રાંસપોર્ટ  મંત્રી મૌવીન ગોદીન્હો, કેરળના નાણાંમંત્રી કે.એન.બાલાગોપાલ, ઓડિશાના નાણામંત્રી નિરંજન પૂજારી, તેલંગાણાના નાણામંત્રી ટી. હરીશ રાવ તથા ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશકુમાર ખન્નાનો સમાવેશ થાય છે