રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 ઑગસ્ટ 2021 (08:52 IST)

ટીસી નંબર વિના વાહનો વેચતા 10 ટુ વ્હિલર ડિલરને નોટિસ, પ્રથમવાર મોટી સંખ્યામાં ટીસી નંબર બ્લોક કરાયા

સુભાષબ્રિજ આરટીઓએ અમદાવાદના 10 જેટલા વાહન ડીલરોના ટીસી નંબર બ્લોક કરી દીધા છે. એટલું જ નહીં આ વાહન ડીલરોને નોટિસ પણ આપી છે. ટીસી નંબર બ્લોક કરી દેવાયા હોવાથી વાહન ડીલરો વાહન વેચી શક્તા નથી. ટુ-વ્હિલરના વાહન ડીલરોના ટીસી બ્લોક કરવા પાછળનું કારણ જાણવા મળ્યા મુજબ ડીલરો ટેમ્પરરી નંબર વગર વાહનો વેચતા હતાં. આ બાબત આરટીઓના ધ્યાનમાં આવતા તપાસ કરાવી હતી.

ત્યારબાદ ટીસી નંબર બ્લોક કરી દેવાયા છે. વાહન ડીલરોના ટીસી બ્લોક કર્યાની વિગત ગાંધીનગર વાહનવ્યવહાર કમિશનર કચેરીને મોકલી આપી છે. સુભાષબ્રિજ આરટીઓ આર.એસ.દેસાઇના આવ્યા બાદ પ્રથમવાર આટલી સંખ્યામાં ટીસી નંબર બ્લોક કરાયા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર ટીસી નંબર બ્લોક કર્યાની વિગત પ્રાથમિક તબક્કે જાહેર કરાઇ ન હતી પછી વાહન ડીલરો તરફથી વિરોધના સૂર થતાં બ્લોક કરેલા ટીસી નંબરની ફાઇલ ગાંધીનગર મોકલી આપી હતી. હવે નોટીસનો જવાબ મેળવીને નિયમ મુજબ કાર્યવાહી થશે.