ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ડિસેમ્બર 2021 (14:56 IST)

હવે પંજાબ બાદ ગુજરાત ડ્રગ્સની બાનમાં, ચેકપોસ્ટ પરથી ઝડપાયો મેફેડ્રોન ડ્રગ્સનો આટલો જથ્થો

હાલમાં ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સનો ધંધો થઈ રહ્યો હોવાના દરરોજ ખુલાસા થઈ રહ્યા છે. એવામાં આજે ફરીવાર એક ઘટસ્ફોટ થયો છે અને આરોપી ઝડપાયો છે. થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા આ કામ કરવામાં આવ્યું છે. ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરતી વખતે સમગ્ર પર્દાફાશ થયો છે. 
 
ખાનગી ઇકો ગાડીને ચેક કરતા અમરત ઉર્ફ અમૃતલાલ કરસનરામ જાતે.દેવાસી (રબારી) ઉ.વ.૨૦ રહે.ભોળારી કુટી, સરવાણા તા.સાંચોર જિ.જાલોર રાજસ્થાન વાળાના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ ૨૪ ગ્રામ કિ.રૂા.૨,૪૦,૦૦૦ સાથે મળી આવ્યો હતો.
 
પ્રાપ્ત માહિતી અનુસાર મોબાઇલ કિ.રૂ.૩૦૦૦ તથા આધારકાર્ડ,પાનકાર્ડ કલર ઝેરોક્ષ તથા એ.ટી.એમ કાર્ડ તથા રોકડ રકમ રૂ.૧૫૩૦ એમ કુલ કિ.રૂ.૨,૪૪,૫૩૦/-ના મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વાહન ચેકીંગ દરમિયાન આ બધી વસ્તુ મળી આવતાં તે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ તથા મેફેડ્રોન ડ્રગ્સ પી.સી બિશ્નોઇ રહે.કુડા તા.સાંચોર રાજસ્થાનવાળા પાસેથી ખરીદીને લાવ્યા હતા એવો ખુલાસો પણ થયો છે. હાલમાં આ ઇસમ વિરૂદ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિઝ એકટ ૧૯૮૫ ની કલમ- ૮(સી), ૨૧(બી), ૨૨(બી), ૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી થરાદ પોલીસે હાથ ધરી છે.