ગુરુવાર, 3 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (10:10 IST)

ઓમિક્રોનથી 2019 જેવી સ્થિતિ ન સર્જાઇ એટલે જલ્દી લગ્ન કરવા માંગે છે લોકો, 50 પાર્ટી પ્લોટ, 12 બેન્ક્વેટ હોલ ફેબ્રુઆરી સુધી બુક

14મી ડિસેમ્બરથી લગ્ન-પ્રસંગ જેવા શુભ કાર્યો બંધ થઈ ગયા છે. હવે આગામી વર્ષમાં લગ્ન માટે શહેરના તમામ પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ ફેબ્રુઆરી સુધી બુક થઈ ગયા છે. કોરોનાના કારણે લોકો દોઢ વર્ષથી ધામધૂમથી લગ્ન કરી શક્યા ન હતા.
 
કોરોનાની બીજી લહેર અટક્યા બાદ પ્રશાસને પ્રતિબંધો પર છૂટછાટ આપી તો લગ્નો ધામધૂમથી શરૂ થયા. આ લગ્ન 15 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી થયા હતા. હવે 14 જાન્યુઆરી, 2022 સુધી કમૂર્હતા રહેશે. ત્યારબાદ 22, 23, 24 અને 25 જાન્યુઆરી લગ્ન માટે શુભ મુહૂર્ત છે. એ જ રીતે ફેબ્રુઆરીમાં 5, 6, 7, 9, 10, 11, 12, 18, 19, 20 અને 22 તારીખે મુહૂર્ત છે. આગામી 6 મહિના સુધી લગ્નના શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને લોકોએ તૈયારીઓ કરી લીધી છે. આ શૃંખલામાં, શહેરમાં લગભગ 50 પાર્ટી પ્લોટ અને 12 બેન્ક્વેટ હોલ ફેબ્રુઆરી સુધી બુક કરવામાં આવ્યા છે.
 
આગામી ફેબ્રુઆરી સુધી હોલ અને પાર્ટી પ્લોટ બુક થઈ ગયા છે. મે અને જૂનમાં મુહૂર્તના દિવસે લગ્ન માટે પણ પૂછપરછ શરૂ થઈ ગઈ છે. લોકોને ડર છે કે ઓમિક્રોન પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. કોરોનાની પ્રથમ લહેરમાં જેવી સર્જાયી હતી, તેને જોતાં લોકો આ વખતે મુહૂર્ત મળતાં જ લગ્ન કરી લેવા માંગે છે. 
 
દક્ષિણ ગુજરાત ઈવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ નિરવ ચાહાવાલાએ જણાવ્યું હતું કે કોવિડની કડક માર્ગદર્શિકાને કારણે રોગચાળા દરમિયાન પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલમાં લગ્ન થઈ શક્યા નથી. જોકે ઘણા લોકોએ એડવાન્સ પેમેન્ટ કરીને બુકિંગ કરાવ્યું હતું. આ વખતે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં ઓમિક્રોનનો ખતરો વધી ગયો છે. સુરત સહિત દેશભરમાં નવા વેરિઅન્ટની પુષ્ટિ થઈ ગઈ છે, તેથી લગ્નના બુકિંગ અંગે પૂછપરછ શરૂ થઈ ગઈ છે. લોકોને ડર છે કે પ્રતિબંધો ફરી વધી શકે છે.