શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 મે 2021 (15:39 IST)

વેકસીનેશન માટે ઓનલાઇન બુકીંગ કરાવી રહ્યા છો? તો CoWIN ડિજિટલમાં થયેલા આ ફેરફાર વિશે જરૂર જાણી લો

એવું ધ્યાન ઉપર આવ્યુ છે કે કેટલાક કિસ્સામાં નાગરિકો રસી લેવા માટે કોવિન (CoWIN) પોર્ટલ મારફતે તેમની મુલાકાત નોંધાવે છે પણ વાસ્તવમાં નિર્ધારિત તારીખે રસી લેવા માટે જઈ શકતા નથી. આવા નાગરિકોને એસએમએસ સંદેશો મળે છે કે તેમને રસીનો ડોઝ આપી દેવામાં આવ્યો છે. તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે મોટા ભાગે રસી આપનાર ખોટી રીતે રસી અપાઈ ગઈ હોવાનુ નોંધે છે. આનો અર્થ એવો થાય  છે કે રસી આપનારે ડેટા એન્ટ્રીમાં ભૂલ કરી છે.
 
આવી ભૂલો અને તે પછી તેને કારણે નાગરિકોને પડતી અગવડ નિવારવા માટે કોવિન સિસ્ટમ તા. 8 મે, 2021થી કોવિન એપ્લિકેશનમાં “ચાર આંકડાના સિક્યોરિટી કોડ”નું એક નવુ ફીચર ઉમેરી રહ્યું છે. હવે લાભાર્થી રસી લેવા માટેની પાત્રતા ધરાવતો હોવાનું ચકાસ્યા પછી, રસીનો ડોઝ આપતાં પહેલાં, રસી આપનાર / ચકાસણી કરનાર લાભાર્થી પુરૂષ અથવા સ્ત્રીને તેનો ચાર આંકડાનો ડિજિટલ અને તે કોડ પુછશે અને વેકસીનેશનનો સ્થિતિ સાચી રીતે નોંધાય તે માટે કોવિન (CoWIN) સિસ્ટમમાં તે કોડ એન્ટર કરશે.
 
આ નવુ ફીચર જે નાગરિકોએ વેકસીનેશનના સ્લોટ માટે ઓનલાઈન બુકીંગ કરાવ્યું હશે તેમને જ લાગુ પડશે. “ચાર આંકડાના સિક્યોરિટી કોડ” એપોઈન્ટમેન્ટ આપ્યાની સ્લીપમાં છાપવામાં આવશે અને રસી આપનારને આ નંબરની જાણ હશે નહી. ચાર આંકડાનો આ સિક્યોરિટી કોડ લાભાર્થી સફળતાપૂર્વક  એપોઈન્ટમેન્ટ બુક કરાવે તે પછી તેને કન્ફર્મેશન મેસેજમાં મોકલવામાં આવશે. એપોઈન્ટમેન્ટ આપ્યાનો સ્વીકાર કરતી સ્લીપ ફોનમાં સેવ કરી શકાશે અને મોબાઈલમાં બતાવી પણ શકાશે.
 
આનાથી એ બાબતની ખાત્રી થશે કે જે નાગરિકોએ રસી લેવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી હોય તેવા નાગરિકોના વેકસીનેશનની સ્થિતિ અંગેની ડેટા એન્ટ્રી સાચી રીતે નોંધાશે અને જેમણે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી હોય તે તેમણે જે સેન્ટર ખાતે એપોઈન્ટમેન્ટ લીધી હોય ત્યાં સર્વિસીસ મેળવી શકશે. આ વ્યવસ્થાથી ખોટા નામે રસી લેવાનું અને રસીકરણના કવરેજમાં કોવિન (CoWIN) સિસ્ટમમાં પૂરી પાડવામાં આવેલી સુગમતાનો ખોટો ઉપયોગ કરવાનુ અટકશે.
 
નાગરિકો માટે માર્ગદર્શન –
 
એવી સલાહ આપવામાં આવે છે કે નાગરિકોએ તેમની એપોઈન્ટમેન્ટની સ્લીપ (ફીઝીકલ અથવા ડિજિટલ)ની એક નકલ અને /અથવા એપોઈન્ટ આપ્યાનું પુરવાર કરી શકાય તેવો એસએમએસ ધરાવતો  રજીસ્ટર્ડ મોબાઈલ નંબર તેમની સાથે રાખવાનો રહેશે કે જેથી રસીકરણના રેકોર્ડીંગની પ્રક્રિયા આસાન બને તે માટે ચાર આંકડાનો સિક્યોરિટી કોડ દર્શાવી શકાય
 
એવી સલાહ આપવામાં આવે છે કે રસી આપનાર / ચકાસણી કરનારને રસીનો ડોઝ આપવામાં આવે તે પહેલાં સિક્યરિટી કોડ દર્શાવવાનો રહેશે. રસીનો ડોઝ લીધા પછી ડિજિટલ સર્ટિફિકેટ જનરેટ કરવા માટે આ બાબત મહત્વની બની રહે છે. નાગરિકોએ રસી આપનારને સિક્યોરિટી કોડ ફરજીયાત આપવાનો રહેશે કે જેથી રસીકરણનો રેકર્ડ સિક્યરિટી કોડથી અપડેટ થયા પછી જ ડિજિટલ સર્ટિફિકેટ જનરેટ થઈ શકશે.
 
આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી નાગરિકોને રસીકરણ પ્રક્રિયા પૂર્ણ થયાનુ પુષ્ટિ કરતો  એક એસએમએસ  મળશે. આ કન્ફર્મેશનનો સંદેશો દર્શાવે છે કે રસીકરણની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને ડિજિટલ સર્ટિફિકેટ જનરેટ થયુ છે. જો કોઈને રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થયાની પુષ્ટી કરતો એસએમએસ મળે નહી તો તે વ્યક્તિએ રસી આપનાર / રસીકરણ કેન્દ્રના સંપર્કમાં રહેવું જોઈએ.