રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (12:57 IST)

સભાસ્થળેથી PM મોદી લાભાર્થીઓ સાથે કરી રહ્યા છે સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના ગૃહરાજ્ય ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી ગયા છે.પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે હળવા મૂડમાં વાત કરી હતી. પાવી જેતપુરના લાભાર્થીઓ સાથે સંવાદ કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે હું પાવી જેતપુરમાં રહેતો હતો. મને પાવી જેતપુરના લોકોએ ધોડેસવારી શિખવાડી છે. પાવીજેતપુરમાં ડો. મહેંદ્રભાઇ વિમાવાલાને પણ યાદ કર્યા હતા.  પીએમ મોદીએ ઇડરના લાભાર્થીઓ સાથે વાત કરતાં પુંસરી ગામને યાદ કર્યું હતું અને જણાવ્યું હતું તમારા ગામથી 20 કિમીના અંતરે આવેલું પુંસરી ગામ દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. તમે પણ તમારા ગામને પુંસરી જેવું બનાવવા માંગો છો. પીએમ મોદીએ લાભાર્થીઓને ઝીણવટપૂર્વક મકાનને લઇને પૂછપરછ કરી હતી. દરેક જિલ્લાના લાભાર્થી અચૂક પૂછવાનું ભૂલ્યા ન હતા કે કેટલા મકાન બન્યા છે. મકાન માટે કોઇને પૈસા આપ્યા નથી ને. પીએમ નરેંદ્ર મોદીએ બાળકોના અભ્યાસ, રોજગારી અને પ્રાથમિક સુવિધાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.પીએમ નરેંદ્ર મોદીએ વિવિધ કેટેગરીના લાભાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા. ત્યાર ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું હતું.