ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદઃ , શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (08:10 IST)

પીએમ મોદીની માતા હિરાબેનનું નિધન, અમદાવાદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

modi wih mother
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું આજે સવારે અમદાવાદની એક હોસ્પિટલમાં 100 વર્ષની વયે નિધન થયું છે. સવારે 3.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ખુદ વડાપ્રધાને ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ જવા રવાના થયા છે.

વડાપ્રધાન મોદીએ તેમના ટ્વીટમાં લખ્યું – ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે… મેં હંમેશા મામાં ત્રૈક્ય અનુભવ્યું છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી હતી. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. 

ઉલ્લેખનીય છે કે હીરાબેનની તબિયત બે દિવસ પહેલા બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદી પણ તેમને જોવા અમદાવાદ ગયા હતા. જણાવવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પીએમ મોદી તેમનાં ખબર અતર લીધા પછી દિલ્હી જવા રવાના થયા હતા. નોધનીય છે  કે હીરાબેનની ઉંમર 100 વર્ષથી વધુ છે. આ વર્ષે જૂનમાં તેમણે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ તેમના પગ ધોયા અને તેમના આશીર્વાદ લીધા.

હીરાબાના નિધનના સમાચાર જાણ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો.