બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલે FIR નોંધી બે લોકોની ધરપકડ કરાઈ : પ્રદિપસિંહ જાડેજા
બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં હતા. ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ તેમની પાછળ દોડી અને ગુનેગારોની જેમ દોડાવી દોડાવીને માર્યા હતા. આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી. તેમણે કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા સેકવા માટે ગુજરાતના યુવકોનો સહારો લઈ રહી છે. આ ઉપરાંત ગેરરીતિમાં પાલનપુરમાં એફઆઈર નોંધીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત દેખાવ કરતા યુવકો ઉપર કોઈ જ પ્રકારનો લાઠીચાર્જ ન થયો હોવાની વાત પણ તેમણે કહી હતી. પ્રદિપસિંહ જાડેજાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૌણસેવા પસંદગી મંડળ બિન સચિવાલયન કારકૂન અન્ય જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યમાં 6 લાખ કરતા વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા. રાજ્યમાં અત્યારે 25,000 કરતા વધારે યુવાનો રોજગારી આપવાનું કામ સરકારે કર્યું છે. 3173 પરીક્ષા કેન્દ્રોમાં 98 ટકા વધારે સીસીટીવી હેઠળ આવરી લેવામાં આવ્યું હતું. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ 39 લેખીત ફરિયાદ 26 જેટલા વોટ્સએપના ચેટો પણ ફરિયાદ કરવામાં આવી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં 5 જિલ્લામાં 39 ફરિયાદમાં 305 સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કામ અંતિમ તબક્કામાં છે. બે દિવસની અંદર જ એક્શન લઈને રજૂ કરવામાં આવશે. આ સાચો માણસ દંડાઈ ન જાય એ માટે આ કામગીરી ઝીણવટ પૂર્વક ચાલી રહી છે.બીજી ફરિયાદોમાં બનાસકાંટા, જૂનાગઢ અને સોમનાથમાં ફરિયાદો થઈ છે. જે પૈકી પાલનપુરમાં થયેલી ફરિયાદમાં એફઆઈઆર કરવામાં આવી છે. જે લોકોએ વોટ્સએપ મારફતે આન્સર કી મંગાવી હતી એની સામે એક્સન લેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં ચોરી કરી છે એના સંદર્ભમાં સંચાલકો, સુપર્વાઈઝર અને ખંડ નિરિક્ષકોને બોલાવીને પરીક્ષામાં ચોરી થયાની સૂનાવણી આવતી કાલે કરવામાં આવશે. એમ પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું.ભાવનગરના એક સેન્ટરમાં કેટલાક વિદ્યાર્થીઓ એક ફેલ્ટમાં એકત્ર થયા છે અને આ નંબરની ગાડીઓમાં મૂવમેટ કરે છે. એવી ફરિયાદ મળતા ડીવાયએસપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને વિદ્યાર્થીઓની તપાસ કરી હતી. અને સાહિત્ય મળ્યું હતું. કલેક્ટર કચેરીમાં આપી હતી.પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુંકે, અન્ય પરીક્ષાઓની જેમ આમા પણ વેઈટિંગ લિસ્ટ બનાવાની જરૂર જણાય તો કેટલાક સુધારા કરીને તૈયાર કરવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંવાદના સાથે સૂચના આપી હતી.