બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2023 (13:44 IST)

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે

first Jyotirlinga Shri Somnath Mandir
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે.પ્રસાદ બનાવવાના રસોડા અને નિ:શુલ્કભોજનાલયમાં પર્યાવરણ અનુકૂળ સુરક્ષિત ગેસ પુરવઠા આધારિત રસોઈ બનશે. પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાંઆધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે.તો હવે સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે. જે હેતુસર આઈઆરએમ એનર્જી દ્વારા બે પ્રસાદ રસોડા અને નિ:શુલ્ક ભોજનાલયમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈ અને આઈઆરએમ એનર્જીના સીઈઓ કરન કૌશલ દ્વારા શ્રદ્ધાળુઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ambaji natural gas
નોંધનીય છે કે દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ ટ્રસ્ટના રસોડા દ્વારા નિઃશુલ્ક ભોજનનો લાભ લે છે. શ્રી સોમનાથ મંદિર પ્રત્યેની શ્રદ્ધા અને સેવામાં આઇઆરએમ એનર્જીએ કોઈપણ ગેસ સિક્યોરિટી ડિપોઝિટ લીધા વિના ટ્રસ્ટના તમામ ૭ રસોડામાં સમગ્ર આંતરિક ગેસ પાઇપલાઈનની સંપૂર્ણવ્યવસ્થા પણ કરેલ છે.IRM ગેસ વિતરણ કંપનીએ ટ્રસ્ટના રસોડામાં પાઇપ્ડ નેચરલ ગેસ સપ્લાય કરવાનું શરૂ કર્યુ છે. જેમાં બે પ્રસાદ બનાવવાના રસોડા અને જ્યાં યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન ઉપલબ્ધ થાય છે. તે ભોજનાલયમાં પર્યાવરણ અનુકૂળ અને સુરક્ષિત ગેસ પુરવઠાની જાહેર સેવાઓ દ્વારા હજારો યાત્રીઓને જોડવામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે. નોંધનીય છે કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ટ્રસ્ટના રસોડા દ્વારા નિઃશુલ્ક ભોજનનો લાભ લે છે.