ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2022 (16:47 IST)

વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે.  તેઓ  અમદાવાદ એરપોર્ટ પહોચી ગયા છે. અમદાવાદના મયેર, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર વડાપ્રધાન નવા મંત્રીઓ સાથે બેઠક કરશે.  ત્યાંથી તે શ્રી પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીના ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિતે તૈયાર કરવામાં આવેલ ભવ્ય નગરનું આજે સાંજે મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે.

પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીના ઉજવણીના અવસર પર અમદાવાદમાં ભાડજથી ઓગણજ સર્કલ વચ્ચે ૬૦૦ એકરની જમીન પર પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજથી શરુ થશે અને  ૧૫મી જાન્યુઆરી સુધી  પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. જો કે ૬૦૦ એકર જમીન BAPSને આપવામાં આવી ત્યારે તેના પર નગરની રચના કરવી તૈ સૌથી અઘરી કામગીરી હતી.  આમ, જમીન મળી અને નગર તૈયાર કરવામાં આવ્યું તે દરમિયાન હજારો સ્વયંસેવકોએ જવાબદારી સંભાળી હતી. હવે નગર તૈયાર થઇ ગયું છે તેને બનવા ૮૦ હજાર સ્વયં સેવકોએ ખુબ મેહનત કરી હતી. જેનું અભિવાદન કરવા માટે સોમવારે પ્રમુખસ્વામી મહારાજ નગરમા મહંત સ્વામી ઉપસ્થિતિમાં વિશેષ વિરાટ સ્વયંસેવકની સભા યોજવામાં આવી હતી. આજથી જ દરરોજ સાંજે  લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ત્રણ લાખ જેટલા NRI ઉપસ્થિત રહેશે. ત્યાં  20 રૂપિયામાં જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે તેમજ અંદર જવા માટે કોઈપણ રજીસ્ટ્રેશન જરૂર રહેતી નથી. પાર્કિંગની વ્યવસ્થા માટે અઢી લાખ ખડે પગે રહેશે. જે હરીભક્તો બહારગામથી આવે ચ્ચે તેમના માટે ૨૪ કલાક ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  તમામ કાર્યક્રમોની જાણકારી PSM100 એપ્લિકેશન દ્વારા મેળવી શકશે. ઉપરાંત તેમાં લાઈવ કાર્યક્રમો પણ નિહાળી શકશે. નારાયણ સભાગૃહ જે તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં  વિવિધ વિષયક પર કાર્યક્રમો યોજાશે