રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ઝાલોદ , ગુરુવાર, 7 માર્ચ 2024 (16:46 IST)

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ઝાલોદ પહોંચી, AAP અને કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યા

rahul in gujarat
rahul in gujarat
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે.ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યાત્રાના સ્વાગત માટે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની સાથે ગુજરાતઆપના નેતાઓ પણ જોડાયા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે સાંજ સુધીમાં ગુજરાત આવી પહોંચશે. રાજસ્થાનથી યાત્રાનો દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશ થશે. યાત્રાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઝાલોદ ખાતે આવી પહોંચ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા આજથી ચાર દિવસ સુધી દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત અને તાપી જિલ્લાના વિસ્તારોમાં ફરશે. યાત્રાને લઈને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. બીજી તરફ રાહુલ ગાંધીને આવકારવા માટે AAP અને કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યાં છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ ઝાલોદ પહોંચ્યા છે. 
 
યાત્રાનો આજનો કાર્યક્રમ
રાજસ્થાનથી દાહોદ જિલ્લાના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ થશે. ધ્વજ હસ્તાંતરણ બાદ ઠુઠી કાંકસીયા સર્કલ પહોંચશે, અહીં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા પૂર્ણ થયા બાદ યાત્રા મુવડીયા સર્કલથી ચકલીયા સર્કલ તરફ અને ત્યાંથી લીમડી તરફ જશે. આજના દિવસની યાત્રા ઝાલોદ બાયપાસ, કંબોઈધામ ખાતે વિરામ લેશે.
 
ગુજરાત આપના નેતાઓ પણ યાત્રામાં જોડાયા
ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. જ્યારે બાકીની 24 બેઠકો કોંગ્રેસને ફાળવવામાં આવી છે. આજે જ્યારે ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રાનું આગમન થયું છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકર્તાઓ પણ યાત્રામાં જોડાયા છે.