હતાશ દર્દીએ હોસ્પિટલમાં ઓક્સિઝન નળીને જ બનાવી લીધો ફંસો!
રાજ્યમાં સતત કોરોનાના કેસ વધતાં જાય છે. કોરોના નામથી જ હવે લોકોને ડર સતાવી રહ્યો છે. એવામાં જ રાજકોટથી એવો કિસ્સો સામે આવ્યો છે કે આ કિસ્સો લોકોમાં કેટલો બેસી ગયો છે તેની ભયાનકતા રજૂ કરે છે. રાજકોટનાઅ મવડી ચોકડીની પાસે આવેલા સ્વામીનારાયણ ગુરૂકુલ સંજીવની હોપ્સિટલમાં કોરોનાના દર્દી સુનીલભાઇ રત્નશીભાઇ ભલસોડએ હોસ્પિટલમાં ઓક્સિજની નળી વડે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.
વિસ્તૃત જાણકારી અનુસાર સંતકાવિર રોડ સ્થિત સત્યા સોસાયાટીમાં રહેનાર સુનીલભાઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના લીહ્દે 13 એપ્રિલના રોજ રાત્રે 10 વાગે તેમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ગત 2 વાગે જ્યારે ડોક્ટર તેમની પાસે તો તેમની તબિયત તો ઠીક હતી, પર કોરોનાના કારણે તે ખૂબ વધુ ડરી ગયા હતા. તે વારંવાર ડોક્ટરોને અજીબો ગરીબ પ્રશ્નો કરી રહ્યા હતા.
ત્યારબાદ જ્યારે ડોક્ટર ત્યાંથી ગયા તો તેમણે તેમની સામે પડેલી ઓક્સિઝનની નળી વડે બારીમાં બાંધી ફાંસી લગાવી લીધી હતી. સવારે જ્યારે હોસ્પિટલનો સ્ટાફ તેમની પાસે ગયો તો તેમને જોઇને તે સ્તબ્ધ રહી ગયા હતા. જેના લીધે હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાત્કાલિક જ પોલીસને જાણકારી આપી હતી. જાણાકરી મળતાં જ પીએસઆઇ રાજપુરોહિત પોતાના સ્ટાફ સહિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં જરૂરી કાર્યવાહી કર્યા બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ કોવિડ પ્રોટોકોલના અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોરોના કારણે વધુ પરેશાન થતાં ગભરાહટમાં તેમણે આ કૃત્ય કર્યું છે. સુનીલભાઇને સંતાનમાં બે પુત્ર છે, જેમાં મોટો પુત્ર 19 વર્ષનો છે અને નાનો પુત્ર 12 વર્ષનો છે.