રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (19:21 IST)

ગુજરાતમાં વરસાદની તોફાની ઈંનિંગથી 36 ડેમ હાઈ એલર્ટ પર, જાણો કયા કયા ડેમ થયા ઓવરફ્લો

રાજ્યમાં હાલ 23  ડેમ એવા છે જે છલોછલ થઇ ગયા છે. રાજ્યમાં સાત ડેમ એવા છે જેમાં 80થી 99% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. 23  ડેમમાં 100% પાણી છે. જ્યારે 207 ડેમમાં 62.26%  ટકાપાણી છે. સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ ખેડૂતોની આશાઓ જીવંત થઇ છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઝોન પ્રમાણે ડેમમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ.  જામનગરના 9 મોટા ડેમમાંથી 8 ડેમો 100 ટકા ભરાયા છે. ત્યારે આજી -4 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે.ત્યારે રાજકોટના 7 મોટા ડેમમાંથી 5 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. ત્યારે વંથલી ખાતેનો ઓઝત-વેર ડેમ પણ 100 ટકા ભરેલો છે.
રાજ્યમાં હાઇ એલર્ટ પર રહેલા ડેમ: અમરેલીનો ધાતરવડી, બોટાદનો ખંભાડા, રાજકોટનો વેરી, ભાવનગરનો ખારો, તાપીનો દસવાડા, દેવભૂમિ-દ્વારકાનો કાબરકા, અમરેલીનો સૂરજવાડી, અમરેલીનો ધાતરવાડી-2, ભાવનગરનો શેત્રુંજી, જૂનાગઢનો બાંટવા-ખારો, રાજકોટનો આજી-2, અમરેલીનો ખોડિયાર, ગીર-સોમનાથનો રાવલ, મોરબીનો મચ્છુ-2 ડેમ હાલ હાઇએલોર્ટ પર છે.  સૌરાષ્ટ્રના કુલ 141 ડેમોમાંથી 37 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.ત્યારે હાલમાં આ તમામ ડેમો હાઇ એલર્ટ પર છે.
 
રાજ્યમાં એલર્ટ પર રહેલા ડેમ: પોરબંદરનો સારણ, જામનગરનો ફુલઝાર, ગીર-સોમનાથનો મચ્છુન્દ્રી, નવસારીનો જૂજ, પંચમહાલનો હડફ, સુરેન્દ્રનગરનો ધોળીધજા અને ભાવનગરનો પીંગલી ડેમ હાલ એલર્ટ પર છે.