રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 નવેમ્બર 2020 (08:08 IST)

અહેમદ પટેલની ઇચ્છા અનુસાર આજે 10 વાગે માતા-પિતાની કબર પાસે દફનાવાશે કરાશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનું બુધવારે કોરોના સંક્રમણના લીધે નિધન થઇ ગયું છે. અહેમદ પટેલ એક કદાવાર નેતા હતા. તેમના નિધનથી દેશનું મોટું નુકસાન થયું છે. 
અહમદ પટેલ ગુજરાતના ભરૂચ જિલ્લાના પીરામણ ગામના રહેવાસી હતા. તેમની અંતિમ ઇચ્છા હતી કે તેમની દફનવિધિ તેમના માતા-પિતાની કબર પાસે કરવામાં આવે. ત્યારબાદ પરિજનોએ પુરી તૈયારી કરી લીધી છે. બુધવારે સાંજ અહેમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં અમિત ચાવડા, હાર્દિક પટેલ , પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ સહિત કાર્યકરો હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 
 
આ ઉપરાંત પૂર્વ સીએમ કમલનાખ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસ આગેવાન આનંદ શર્મા ઉપસ્થિત રહેશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની અંતિમ ક્રિયામાં હાજરી આપશે. 
 
અંકલેશ્વર ના પિરામણ ખાતે આવેલ કબ્રસ્તાનમાં અહેમદ પટેલની દફન વિધિ કરાશે. રાહુલ ગાંધી સુરત થી સીધા અહેમદભાઈ પટેલ ના પીરામણ ખાતે આવેલ નિવાસ સ્થાને અને ત્યાંથી નજીકમાં જ આવેલા કબ્રસ્તાનમાં તેઓની દફનવિધિ માં હાજરી આપશે. કબ્રસ્તાન નજીક આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર મહમદભાઇ પટેલના જનાજા ની નમાઝ પઢવામાં આવશે અને ત્યારબાદ તેઓની દફન વિધિ કરાશે. કબ્રસ્તાન ખાતે મેટલ ડિટેક્ટર સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 
 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવતીકાલે ભરૂચમાં યોજાનાર અહેમદ પટેલની અંતિમ ક્રિયામાં હાજરી આપશે. શંકરસિંહ વાઘેલા અને અહેમદ પટેલ વચ્ચે 42 વર્ષથી પારિવારિક સંબંધ હોવાનો દાવો શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલ ને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપતા કર્યો હતો.
 
તો બીજી તરફ, અહેમદ પટેલના ઘર નજીક રહેતા લોકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. અહેમદ પટેલની સેવા વર્ષો સુધી દેશવાસીઓ યાદ રાખશે તેવું તેઓએ જણાવ્યું. સ્થાનિક લોકોએ કહ્યું કે, અહેમદ પટેલના નિધનથી ખાસ કરીને ભરૂચ જિલ્લાને મોટી ખોટ વર્તાશે. અહેમદ પટેલના ગામ તેઓના ઘર પાસે મૈયતમાં આવનાર મહેમાનો અને કોંગી આગેવાનો આવે તે માટે પણ ખુરશીઓ ગોઠવવામાં આવી રહી છે.