ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 17 એપ્રિલ 2021 (17:27 IST)

ભાભીને મોબાઈલ પર વાત કરતા ટોકી તો તેણે નણંદનુ કર્યુ મર્ડર, 3 દિવસ પછી બોક્સમાંથી મળી લાશ

રાજસ્થાનના જોધપુર શહેરમાં હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જ્યા એક ભાભીએ પોતાની નણંદની હત્યા કરી નાખી અને તેની લાશ ગાદલામાં લપેટીને એક બોક્સમાં નાખી દીધી. હત્યાના ત્રણ દિવસ પછી લાશમાંથી દુર્ગંધ આવતા ભાભીની કરતૂત સામે આવી. નણંદ પોતાની ભાભીને મોબાઈલ પર વાત કરવા પર ટોકતી હતી, તેથી ભાભીએ તેનુ મર્ડર કરી નાખ્યુ. 
 
હત્યાની આ સનસનીખેજ ઘટના જોધપુરના ઝંવર થાના ક્ષેત્રની છે. તપાસ અધિકારી કિશન લાલ બિશ્નોઈના મુજબ બડેલિયા ગામના ભીલોની ઢાળીમાં રેખા પોતાના બે બાળકો સાથે રહેતી હતી. છેલ્લા એક અઠવાડિયાથી પાલી જીલ્લામાં રહેનારી તેમની ભાભી પૂજા તેમના ઘરે આવી હતી. પૂજા જ્યારથી ત્યા આવી હતી તે આખો દિવસ પોતાના મોબાઈલ પર વાતો કરતી હતી. 
 
આ જોઈને રેખાએ પોતાની ભાભી પૂજાને કહ્યુ કે તે પોતાના ભાઈને બતાવી દેશે કે તુ આખો દિવસ કોઈની સાથે ફોન પર વાતો કરે છે.  પૂજાને લાગ્યુ કે જો રેખા તેના પતિને ફોન પર વાત કરવાની વાત બતાવશે તો તેને માટે મુસીબત ઉભી થશે. આ વિચારીને તેણે મંગળવારની રાત્રે પૂજાએ એ સમયે રેખાના માથા પર ધારદાર હથિયારથી હુમલો કર્યો જ્યારે તે સૂઈ રહી હતી. હુમલો એટલો જોરથી કર્યો હતો કે રેખાનુ મોત થઈ ગયુ. 
 
રેખાના મોતનુ રહસ્ય ન ખુલે એ માટે પૂજાએ તેની લાશ ગાદલામાં લપેટીને એક બોક્સમાં નાખી દઈધી. જ્યારે રેખાની પુત્રી અને પુત્રએ પૂજાને પુછ્યુ કે તેની મા ક્યા છે તો તેણે જણાવ્યુ કે તમારી મા જોધપુર ગઈ છે. તેથી બંને નજીક રહેતા પોતાના મામાને ઘરે જતા રહ્યા. 
 
બીજા દિવસે પુત્રી ઘરે આવી તો તેને દુર્ગધ આવવા લાગી. તેણે જઈને આ વાત મામાને અને પરિવારના અન્ય લોકોને બતાવી. રેખાની મોટી પુત્રી પરણેલી છે. તેણે પોલીસને સૂચના આપી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી તો બોક્સમાંથી રેખાની લાશ જપ્ત કરી. રેખાની પુત્રીએ પોતાની મામી પર જ પોતાની માતાની હત્યાનો આરોપ લગાવતા ઝંવર પોલીસ મથક પર રિપોર્ટ નોંધાવ્યો. 
 
ત્યારબાદ પોલીસે જ્યારે પૂજાની ધરપકડ કરી અને પૂછપરછ કરી તો રેખાએ હત્યાની વાત કબૂલી. હવે રેખાની લાશને જોધપુરના મથુરદાસ માથુર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.