બુધવાર, 6 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 એપ્રિલ 2021 (15:00 IST)

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને અપિલ કરીઃ, કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે અમારા ધારાસભ્યોને કામ આપો,

રાજ્યમાં ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેતપત્ર જાહેર કરવામાં આવી એવી માગણી કરાઈ હતી. ત્યારે આજે કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે.

હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે તો અમને પણ કામ બતાઓ, જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું. લોકો ખૂબ જ તકલીફમાં છે, અભિમાન છોડો અને જનતાનું વિચારો.રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યાં છે. એવામાં હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે સરકારને ભલામણ કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ આજે પ્રેસ-કોન્ફરન્સ કરીને કે જાહેરાત કરી હતી કે સુરત અને અમદાવાદમાં બે નવાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ભલામણ કરાઈ છે. અમદાવાદમાં પાલડી રાજીવ ગાંધી ભવન, ચોથા માળે 50 બેડ ઊભાં કરવા કોંગ્રેસ તૈયાર છે.