ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 9 નવેમ્બર 2021 (18:14 IST)

ટૂંક સમયમાં જ સરકાર ધોરણ-1થી 5ના શાળાના વર્ગો શરૂ કરશે

રાજ્યમાં કોરોનાના કેસ અનેક રાજ્યોમાં નહિવત થઈ રહ્યા છે. દરેકનુ જીવન ફરીથી પાટા પર આવી રહ્યુ છે એવા સમયે હવે નાના બાળકોની શાળા ખોલવા પર પણ વિચાર થઈ રહ્યો છે. રાજ્ય સરકાર ધોરણ-1થી 5ના શાળાના વર્ગો શરૂ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોરોના વાયરસના કહેર ત્યાર પછી લોકડાઉન પછી બીજી લહેર બાદ સરકારે સ્કૂલસ કોલેજના વર્ગો શરૂ કરી દીધા છે. સાથે સાથે ખાસ પ્રકારની ગાઈડલાન પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે આ વચ્ચે 1 થી 5ના વર્ગો શરૂ થાય તેવી ચર્ચાો પણ થઈ રહી છે.
 
હવે ડિસેમ્બરથી બાકી રહેલા ધોરણોના વર્ગો ઓફલાઈન શરૂ કરવા સરકારે મન બનાવી લીધૂ હોય તેવા સંકેત મળી રહ્યા છે. અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજનકોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.5 નવેમ્બરના રોજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા હતા સંકેતશિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે