રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 1 નવેમ્બર 2022 (08:45 IST)

મોરબી બ્રિજ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક

morbi
ગુજરાતના મોરબી શહેરમાં બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે ગુજરાત સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે, જેમાં અત્યાર સુધીમાં 134  લોકોના મોત થયા છે
 
મોરબી બ્રિજ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક
મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃતકો માટે 2 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું કે, "રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે અને કોઈ કાર્યક્રમ/મનોરંજનનું આયોજન કરવામાં આવશે નહીં.
 
અત્યાર સુધી શું નવી માહિતી સામે આવી
177 લોકોને બચાવી લેવાયા છે. તે જ સમયે, બ્રિજ પર હાજર લોકોની સંખ્યા લગભગ 400 હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાના 12 સંબંધીઓના પણ મોત થયા હતા. આર્મી, નેવી, એરફોર્સ એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, એસડીઆરએફની ટીમો કાર્યરત છે. 19 લોકો સારવાર હેઠળ છે. 3 લોકોને સારવાર માટે રાજકોટ દાખલ કરાયા છે.
(Edited By Monica Sahu)