બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 31 ઑક્ટોબર 2018 (11:09 IST)

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ Live: સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ Live: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનુ લોકાર્પણ PM મોદીના હસ્તે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમે સરદાર પટેલ પર બ્લોગ પણ લખ્યો છે. મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘દેશને એકતાના સૂત્રમાં બાંધનારા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતી પર કોટિ કોટિ વંદન.’ 2010થી કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરવાનું તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનુ આજે સાકાર થયુ છે. 

દેશના પહેલાં ગૃહમંત્રી સરદાર પટેલની 143મી જયંતિ પર પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યુ છે.  આ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. ગુજરાતના પોતાના પનોતા પુત્રનું ઋણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરીને તેમના જન્મદિને એક અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. 

દેશની એકતા અને અખંડિતતાની સુરત એવી સરદાર પટેલની મુરતનું અનાવરણ માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. 31 ઓક્ટોબર, બુધવારના રોજ બપોર સુધી દેશની આન-બાન-શાન કહેવાય તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થઈ ગયું હશે. જે લોકોએ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવાના ખ્વાબ સેવ્યા હશે, અને ત્યાં સુધી જઈ શક્યા ન હોય, તેવા લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોઈ અજાયબીથી ઓછું નથી. 182 મીટરની પ્રતિમાના 135 મીટરની ઊંચાઈ પર બનેલી વ્યૂઈંગ ગેલેરી પર બેસીને નીચેનો નજારો કદાય ભારતના એકપણ સ્પોટ પર જોવા મળતો ન હોય. તેથી અનેક લોકો આ પ્રતિમા જોવા માટે તલપાપડ હશે. ત્યારે અહીં કેવી રીતે પહોંચવું તે પણ જાણી લો. નર્મદાથી સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ છે. જે વડોદરાથી 90 કિલોમીટરની આસપાસ છે. વડોદરા એરપોર્ટ પરથી અન્ય રાજ્ય સાથે કનેક્ટેડ અનેક ફ્લાઈટ્સ છે. જો તમે ટ્રેનથી જવા માંગતા હોવ તો નર્મદા જિલ્લા પાસે બ્રોડગેજ રેલવે કનેક્ટિવિટી છે, જેનું નજીકનું રેલ્વે સ્ટેશન અંકલેશ્વર છે. અંકલેશ્વર લોંગ રુટ તથા મોટા સ્ટેશન સાથે કનેક્ટેડ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી ઉભી રહે છે. તે જિલ્લાનું કેન્દ્ર રાજપીપળાથી 65 કિ.મી.ના અંતરે છે.રોડ ટ્રીપના શોખીનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાનો રસ્તો બહુ જ એડવેન્ચરસ બની રહેશે. વડોદરાથી નર્મદા જવાના માર્ગે એન્ટ્રી કરશો તો આજુબાજુ એવન્યુ જેવા રસ્તાઓ જોવા મળશે.રાજ્યનું સેન્ટર નર્મદા જિલ્લાનો હાઈવે નંબર 11 દ્વારા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર પહોંચી શકાય છે. જો તમે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવી રહ્યા હોવ તો મુંબઈથી નેશનલ હાઈવે નંબર 48થી સ્ટેટ હાઈવે 64 લેવો. જ્યાંથી આગળ વધી શકાય છે.