રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (19:41 IST)

Surat Crime News - સુરતમાં: ફરી પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા

સુરતના (Surat) શ્રમજીવી પરિવારમાંથી આવતા અને ફૂટપાથ જિંદગી જીવતા એક મહિલાની લાશ (Woman Dead Body) રાંદેર (Rander) વિસ્તારમાંથી મળી હતી પણ કોઈ ઓળખ ન થઈ હતી પરંતુ મૃતક મહિલાનો ભાઈ વતનથી આવતા મામલાનો પર્દાફાશ થયો જેમાં મીલની હત્યા બીજા કોઈ નહી પણ તેમના ગામથી ભગાડી ને લાવેલ પ્રેમીએ મહિલાની હત્યા કરી હતી,
 
સુરત શહેરમાં ઘરના ઝગડા અને પ્રેમી પ્રેમિકાની ઝગડામાં હત્યાનો ગ્રાફ પણ વધી થયો છે ત્યારે રાંદેરમાં રૂ.2 હજાર મામાને ઉછીના આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગત 13મી ફેબુઆરીએ રાત્રે રાંદેર રામનગર ભિક્ષુકગૃંહની પાછળથી મહિલાની લાશ મળી હતી. પણ ત્યારે લાશની ઓળખ થઈ શકી નહોતી.
 
શરૂઆતમાં લાશની ઓળખ થઈ ન હોવાથી પોલીસ (Police) અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી બાદમાં બનાવના 5 દિવસ પછી જે મહિલાની હત્યા થઈ હતી તેનો ભાઈ વતનથી મક્કાઇ આપવા આવ્યો હતો. ત્યારે સવારે બહેન ઝૂંપડામાં ન મળતાં ભાઈ સાંજે પાછો આવ્યો હતો, ત્યારે પણ બહેન ન મળતા દુકાનદારને વાત કરી હતી. દુકાનદારે કહ્યું કે ઝુપડામાં જે મહિલા રહેતી હતી તેની હત્યા થઈ ગઈ છે જે સાંભળતા ભાઈ ચોકી ઉઠ્યો હતો અને આજુબાજુ વધુ તપાસ કરી અને તેની સાથે રહેતો ઈસમ પણ ગાયબ હતો આથી ભાઈ અને પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં લાશની ઓળખ કરી હતી.