સૂરત અગ્નિકાંડ - 7 બાળકો અને સ્ટાફની જીંદગી બચાવી, ખુદ માથામાં વાગવાથી ઘાયલ
સુરતના તક્ષશિલા આર્કેડમાં થયેલ ભયંકર અગ્નિકાંડમાં એક વ્યક્તિએ પોતાની દિલેરીથી 7 બાળકો અને સ્ટાફનો જીવ બચાવી લીધો. આ કોશિશમાં તેમના માથા પર વાગી ગયુ. તેમના ઈલાજ માટે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં શુક્રવારે 20 બાળકોનો જીવ જતો રહ્યો. હાલ આગ લાગવાનુ કારણ સ્પષ્ટ નથી. સુરત પોલીસે કૉમ્પલેક્સના બિલ્ડરો હર્ષલ વકેરિયા અને જિગ્નેશ ઉપરાંત કોચિંગ સેંટરના માલિક ભાર્ગવ ભુટાની વિરુદ્ધ FIR નોંઘાવી છે.
25 વર્ષના ડાયરેક્ટરે બચાવો બાળકોનો જીવ
તક્ષશિલા આર્કેડમાં લગભગ 70 ઓફિસ અને દુકાનો આવે છે. જ્યારે ઈમારતમાં આગ લાગી. એ સમયે એક ડિઝાઈન સંસ્થાનના 25 વર્ષના નિદેશક જતિન નકરાની ત્યા હાજર હતા. તેમને તરત ક્લાસ ખાલી કરાવ્યા અને પાંચ બાળકોને બચાવ્યા. બે અન્ય બાળકોને બચાવવા માટે તેઓ ઉપરના માળે પહોંચ્યા. તેમણે બાળકોને તો બચાવી લીધા પણ તેઓ પડી જવાથી ઘાયલ થઈ ગયા. સંસ્થાના એક સ્ટાફે જણાવ્યુ આગથી બચીને ભાગવાની કોશિશમાં પડી જવાથી જતિનના માથા પર વાગી ગયુ અને તેમને હૈમરેજ થયુ છે. તેમની મહાવીર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બે માળ વચ્ચે ઝુલતા બચાવ્યો બાળકીઓનો જીવ - નકરાની ઉપરાંત કેતન જોરવડિયાએ પણ ચોથા અને ત્રીજા માળની વચ્ચે ઝૂલતા બે છોકરીઓને બચાવી લીધી. આ છોકરીઓએ ચોથા માળની અગાસી પરથી છલાગ લગાવી દીધી હતી. પછી અગ્નિશામક કર્મચારીઓએ એ ત્રણેયને બચાવ્યા. તેમણે જણાવ્યુ બંને બાળકીઓ છલાંગ મારવાથી ગભરાય રહી હતી મે તેમને પકડીને બચાવ કર્મચારીઓ સુધી પહોંચાડ્યા.
કેતને દુર્ઘટના વિશે માહિતી આપતા કહ્યુ 'ત્યા ધુમાડો હતો. મને નહોતી ખબર કે શુ કરવાનુ છે. મે એક સીડીની મદદથી પહેલા બાળકોને ત્યાથી કાઢવાનો પ્રયાસ કર્યો. આ રીતે 8 થી10 લોકોને બચાવવામાં સફળ રહ્યો. પછી મે અન્ય બે વિદ્યાર્થીનીઓને બચાવી. ફાયર બિગ્રેડ લગભગ 40-45 મિનિટ પછી ઘટના સ્થળ પર પહોંચી.