ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (12:15 IST)

સુરતમાં પાંચ વર્ષની માસુમ બાળા પર સગા ભાઈએ બળાત્કાર ગુજાર્યો

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકી પર કુકર્મ કરાવાનો કિસ્સો સામે આવ્યો છે. આ દુષ્કર્મ તેના જ એક ભાઈએ કર્યાનું તપાસમાંથી જાણવા મળ્યું હતું. સુરત પોલીસે આ કેસમાં 15 વર્ષના સગીરની ધરપકડ કરી લીધી છે. મોદી એસ્ટેટ વિસ્તારમાંથી લોહી નીતરતા કપડાં અને વીર્યના પુરાવાઓ મળ્યા બાદ પોલીસે તેની પૂછપરછ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સગીરે આ દુષ્કર્મ અંગેની કબુલાત કરી લીધી છે અને હવે કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી રહી છે.આરોપીએ જણાવ્યું હતું કે, તેણે તા.30 સપ્ટેમ્બરના રોજ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં પીડિતાના વાલીએ પોલીસને કેસમાંથી બે ધ્યાન કરવા માટે પ્રયત્નો કર્યા હતા અને દાવો કર્યો હતો કે, આ કામ બીજા કોઇ વ્યક્તિનું છે. પોલીસને તપાસમાંથી લોહીવાળા કપડાં મળ્યા હતા. જેનો ઉપયોગ આરોપીએ ઘટના દરમિયાન લોહીના ડાઘ જમીન પરથી સાફ કરવા માટે કર્યો હતો. બીજી તરફ બાળકીને ગુપ્તાંગમાં ગંભીર ઈજા પહોંચી છે અને ન્યુ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.પોલીસે જણાવ્યું હતું કે, આ કોઇ સામાન્ય ઈજા નથી. પોલીસે જણાવ્યું કે તા.30 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11.00 વાગ્યે તે આવ્યો હતો. એ સમયે વાલી અને બાળકી બંને સૂતા હતા. જ્યારે તે જમી રહ્યો હતો ત્યારે બાળકી મળત્યાગથી જાગી ગઇ હતી. આરોપી તેને ઘરની બહાર લઇ ગયો હતો. પરંતુ, ઘરની બહાર કોઇ શૌચાલય ન હોવાથી તે બાળકીને નજીકમાં ઝાડી પાછળ લઇ ગયો. ઘટનાને અંજામ આપી, બાળકીને ત્યાં છોડી દઇને તે ઘરે સૂઇ ગયો જ્યારે બાળકી રડતી રડતી ઘરે પરત આવી હતી. પરિજનોને આ અંગે આપવીતી સંભળાવતા મામલો બહાર આવ્યો.તેની માતાએ આ જઘન્ય કૃત્ય બદલ ફટકાર્યો હતો. જોકે, પરિવારજનોએ કોઇ મેડિકલ રીપોર્ટ કરાવવાની કે પોલીસને જાણ કરવાની તસ્દી લીધી ન હતી. બાળકીને દુખાવો થતા સોમવારે સવારે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યારે ઘટના શનિવારે બની હતી. હોસ્પિટલના તબીબોએ કહ્યું આ રેપ કેસ છે તેથી પોલીસને જાણ કરવી જોઇએ. પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું કે, કેસ સામે આવતા તાત્કાલિક તપાસ કરવામાં આવી. ઘટના સ્થળે તપાસ વધારી દેવામાં આવી. આ કેસમાં બીજા કોઇ શખસની સંડોવણી નથી. તેના ભાઇનો હાથ છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ સગીર આરોપીને જૂવેનાઇલ હોમ મોકલી દેવાશે.