મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (21:25 IST)

અમદાવાદ RTO આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવો બનશે, 19 નવેમ્બરના રોજ CM કરશે ખાતમુહૂર્ત

ગુજરાતની સૌથી મોટી અમદાવાદ RTOનુ કામકાજ છેલ્લા બે વર્ષથી એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલી રહ્યુ છે પરંતુ જૂની આરટીઓ ખૂબ જ જર્જરિત થતાં રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા બે વર્ષ પહેલા અમદાવાદ RTOને ખાલી કરીને તોડી પાડવાનો રિપોર્ટ કર્યો હતો. હવે અમદાવાદ RTOને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવામાં આવી છે.
 
નવી બિલ્ડીંગની વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગ પાંચ માળની રહેશે. જેમાં એડમિનિસ્ટ્રેશન અને પબ્લિક આ બન્ને માટે અલગ અલગ વિંગ બનાવવામાં આવશે. જેથી આરટીઓનું કામકાજ એકદમ સરળ થઈ શકે.
 
અમદાવાદ આરટીઓના ( Ahmedabad rto ) અધિકારી તરફથી મળેલી માહિતી પ્રમાણે જે આરટીઓ ઓફિસ તૈયાર થશે તે આંતરરાષ્ટ્રીય કક્ષાની હશે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવો જ અમદાવાદ RTOને લૂક આપવામાં આવ્યો છે.  અમદાવાદ એરપોર્ટ જેવી જ RTO કચેરી તૈયાર કરવામાં આવશે. કુલ 42 કરોડના ખર્ચે અમદાવાદ RTO તૈયાર કરાશે તેવી પણ ચર્ચાઓ સચિવાલય અને અમદાવાદ RTOમાં થઈ રહી છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદ RTOમાં કુલ બે પ્રકારની રાખવામાં આવી છે. જેમાં એક એડમિનિસ્ટ્રેશન અને એક પબ્લિક ડીલિંગ રાખવામાં આવી છે. નવી RTOમાં પાંચ માળની બિલ્ડિંગમાં તૈયાર કરવામાં આવશે.