ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (19:03 IST)

એક ચા વાળાએ PM મોદીને દાઢી બનાવવા માટે મોકલ્યો 100 રૂપિયાનો મની ઓર્ડર, જાણો આખો મામલો

પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વધતી દાઢીના સમાચાર ચર્ચામાં હતા. પીએમની દાઢીને લઈને વિપક્ષ પણ અનેકવાર કટાક્ષ કરી ચુકી છે. હવે એકવાર ફરી પીએમ મોદીની દાઢી ચર્ચાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના એક ચાવાળાએ પ્રધાનમંત્રીને દાઢી બનાવવા માટે 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે.  આ વ્યક્તિનુ નામ અનિલ મોરે બતાવાય રહ્યુ છે. જે બારામતીનો રહેનારો છે. અનિલ મોરેએ જણાવ્યુ કે લોકડાઉનને કારણે અનેક લોકોનુ કામ ઠપ્પ થઈ ગયુ છે. રોજગાર બંધ થઈ ગયા છે. પ્રધાનમંત્રીને જો કંઈક વધારવુ છે તો તે રોજગાર વધારે. 
 
તેણે આગળ કહ્યુ, 'હુ મારી કમાણીમાંથી 100 રૂપિયા મોકલી રહ્યો છુ જેથી મોદીજી દાઢી બનાવી લે. તેમણે એ પણ કહ્યુ  કે મોદીને કંઈક વધારવુ છે તો તે રોજગાર વધારે, લોકોના સ્વાસ્થ્ય સુવિદ્યા માટે વેક્સિનેશન સેંટર વધારે. લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા પર ધ્યાન આપે. 
 
અનિલ મોરેએ કહ્યુ કે પ્રઘાનમંત્રી દેશના સર્વોચ્ચ નેતા છે. અમારા મનમાં તેમને માટે આદર છે. તેમને પરેશાન કરવાનો અમારો ઉદ્દેશ્ય નથી. પણ લોકડાઉનના કારણે લાખો લોકો પરેશાન છે. અનિલ મોરેએ પોતાના મની ઓર્ડર સાથે એક પત્ર મોકલ્યો છે. 
 
તેમણે કોરોનાથી જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ અને આગળ લોકડાઉન વધતા દરેક પરિવારને 30 હજાર રૂપિયાની મદદ આપવાની માંગ કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે અનિલ મોરે એક પ્રાઈવેટ હોસ્પિટલ સામે પોતાની ચા ની દુકાન ચલાવતા હતા. પણ લોકડાઉનને કારણે છેલ્લા દોઢ વર્ષથી તેમની દુકાન બંધ છે. કામ ઠપ્પ થવાને કારને તેમણે ડાયરેક્ટ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નામે રજિસ્ટર પત્ર મોકલી દીધો અને તેમા પોતાની માંગ લખી. 
 
ઉલ્લેખનીય છે કે કોરોનાએ દેશની અર્થવ્યવસ્થાની સાથે જ સામાન્ય માણસની કમર તોડી છે. કોરોના લોકડાઉનને કારણે લાખો લોકોને પોતાના નોકરી ધંધાથી હાથ ધોવો પડ્યો છે.