એરહોસ્ટેસની વિદ્યાર્થીની સાથે બળાત્કાર કરનારની માતા પાસે બોગસ આઈ બી અધિકારી પહોંચી ગયો
અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એરહોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીએ તેના ઈંસ્તાગ્રામ પર મિત્ર બનેલા યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.આ પ્રકરણમાં બોગસ આઈબી અધિકારી બનીને એક ભેજાબજે આરોપીની માતા પાસે જઈને કહ્યું તમારા દીકરાને કઈ નહિ થાય દોઢ લાખ રૂપિયા આપવા પડશે.પણ અધિકારી બનીને આવેલા બોગસ વ્યક્તિને એફઆઈઆર પણ બોલતા નતું આવડતું અને પરિવારને શકા જતા અસલી પોલીસને જાણ કરી હતી.હાલ પોલીસે આ બોગસ વ્યક્તિની ધરપકડ કરી છે.
બળાત્કારના કેસમાં આરોપીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તેના ત્યાં એક વ્યક્તિ આઈ બી નો અધિકારી બનીને પુત્રને બચાવી લેસે કહીને રૂપિયાની માગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી બે મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે એક યુવતીના સંપર્ક માં આવ્યો હતો. જે યુવતી સાથે વાત ચીત બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને પ્રેમ સબંધ બંધાયો હતો. જોકે બન્ને વચ્ચે ત્રણેક વખત શારીરિક સંબંધ પણ બંધાયો હતો. બાદમાં યુવતી ફરિયાદીના પુત્રને હેરાન કરતી હોવાથી ફરિયાદીએ તેને હેરાન ના કરવા માટે કહ્યું હતું. જોકે આ દરમિયાન રાજભા નામનો એક વ્યક્તિ તેમના ઘરે આવ્યો હતો. જે આઇબીમાં ઓફિસર હોવાની ઓળખ આપી હતી. આ સાથે ફરિયાદીના દીકરાની સામે યુવતી ફરિયાદ કરવાનુ કહે છે, પરંતુ હું ફરિયાદ નહીં થવા દઉં તેમ કહીને રૂપિયા 15 હજાર પડાવી ગયો હતો
યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ આ શખ્સ ફરી તેમના ઘરે આવ્યો હતો. તમારા દીકરાને પોલીસ તરફથી કોઇ તકલીફ નહીં પડવા દઉં તેને રૂપિયા દોઢ લાખની માગણી કરી હતી. જોકે આરોપી રાજભા વારંવાર એફ.આઇ.આર ના બદલે એફ આર આઈ બોલતો હોવાથી ફરિયાદીના જેઠ આ બનાવટી આઇ બી ઓફિસર હોવાની શંકા ગઈ હતી.
તેમણે આ રાજભા પાસે આઇકાર્ડ માંગ્યું હતું. પરંતુ આઇકાર્ડ બતાવ્યું ન હતું. અને પોતાના હોદ્દા વિશે પણ યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આરોપીએ પોતાનું નામ રાજવીર સિંહ ઝાલા અને પોતે નરોડાનો રહેવાસી હોવાનુ કહ્યું હતું. જે અંગે પોલીસે જાણ કરતા પોલીસ એ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.આ પ્રકરણમાં પોલીસે બોગસ આઈ બી અધિકારીની ધરપકડ કરી છે.