1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (16:40 IST)

કોંગ્રેસે ભાજપ સામે કર્યો ગંભીર આક્ષેપ, ગુજરાત સરકાર ભાજપ કે સી.આર.પાટીલની પેઢી નથી

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવેદનને ગુજરાતના અત્યાર સુધીના રાજકીય ઈતિહાસનું સૌથી મોટુ જુઠાણું ગણાવતા કોંગ્રેસે ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યાં હતાં. ભાજપનો પોતાનો જ દાવો છે કે અમે રાજ્યના તમામ 45 હજાર બુથ માટે બુથ કમીટી બનાવી છે. એ ઉપરાંત દરેક બુથમાં 30 પેજ પ્રમુખો પણ બનાવ્યા છે.
 
અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર કંઈ ભાજપ કે સી.આર.પાટીલની પેઢી નથી. આ ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરતી ચુંટાયેલ સરકાર છે. ભારતીય બંધારણથી બંધાયેલ સરકાર છે. એ માત્ર કોઈને પણ માત્ર ભાજપના સભ્ય હોવાની લાયકાતના આધારે નોકરી આપીને ગુજરાતના લાયકાત ધરાવતા યુવાનોને અન્યાય ના કરી શકે. મારી ભાજપના સભ્યોને પણ વિનંતી છે કે તમારા પરિવારમાંથી કોઈને નોકરી ના મળતી હોય તો સી.આર.પાટીલને ફોન કરીને માંગ કરો મારા દિકરાને નોકરી અપાવો, પછી નોકરી મળે છે કે નહીં એ જાહેરમાં આવીને કહો. એટલે આવા જુઠાણાઓ, આવા ખોટા તર્કો આપીને જનતા સાથે છેતરપિંડી ભારતીય જનતા પાર્ટીએ બંધ કરવી જોઈએ.