રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (19:13 IST)

આંદોલન કમિટિની રચના, વિવિધ માંગ પર અભ્યાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે

રાજ્ય સરકાર પોલીસના પ્રશ્નોને લઇને એકશનમાં આવી ગઈ છે. પોલીસ કર્મી તેમજ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારો સાથે બેઠક કરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા CM નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્ય પોલીસવડા પણ CM નિવાસસ્થાને પહોંચ્યા હતા.

હાઈલેવલ બેઠકમાં પોલીસ આંદોલનના  પ્રશ્નોને લઇ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રેડ પે ને લઇ CM, રાજ્ય ગૃહ મંત્રી અને DGPની બેઠક બાદ પત્રકાર પરિષદમાં પોલીસ વડા એ કહ્યું છે કે ગ્રેડ પે તેમજ અન્ય માંગોને લઈ સરકારે એક કમિટીના ગઠનનો નિર્ણય કર્યો છે. જેમાં 5 જેટલા પોલીસના ઉચ્ચ અધિકારીઑની બ્રિજેશ ઝાના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવાઇ છે.જે સૂચિત સમયગાળામાં વિવિધ માંગ પર અભ્યાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે જે બાદ સરકાર કોઈ યોગ્ય જાહેરાત કરશે. પણ જો સોશિયલ મીડિયામાં હવે કોઈ ઉશ્કેરણી જનક પોસ્ટ મૂકશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ગેરશિસ્ત મામલે પ્રાથમિક તપાસ ચાલશે તેવી જાણકારી પણ આપી છે.