1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જુલાઈ 2022 (10:56 IST)

અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલે પત્નીને ઘરમાંથી કાઢી મૂકીને કહ્યું- 10 લાખ લઇને આવજે

rape case gujarat
અમદાવાદમાં રહેતી મહિલાને તેના પોલીસ કોન્સ્ટેબલ પતિએ 1લાખ રૂપિયા લઇને આવજે કહીને માર મારીને કાઢી મૂકી હતી. અગાઉ પણ દસ લાખ અને દાગીના લઇને નહી આવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.બાપુનગરમાં રહેતા અલ્પાબહેન જયેશભાઇ પટણીએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ૧૭ વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. લગ્નના છ મહિના સુધી તેમને સારી રીતે રાખતા હતા. બાદમાં ૧૦લાખ રૂપિયાની માંગણી કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા.

અગાઉ પતિએ ધમકી આપી હતી કે જો તું પિયરમાંથી ૧૦ લાખ રૂપિયા લઇને નહી આવે તો ફિનાઇલ પીવડાવીને મારી નાખીશ તેમજ ગત તા. ૧૨ના રોજ પતિએ દસ લાખ રૃપિયા બાબતે તકરાર કરીને ગડદાપાટુનો માર મારીને ધક્કો મારતા મહિલા દિવાલ સાથે અથડાઇ હતી. જેતી માથામાં વાગ્યું હતું. હવે આ ઘરમાં આવવું હોય તો દહેજ લાવવું પડશે તેમ કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી.