મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2022 (14:47 IST)

Strike news- ગુજરાતના 40 હજારથી વધુ ડોક્ટરોની હડતાળ, 30 હજારથી વધુ પ્લાન્ડ સર્જરી અટકી પડશે

strike of doctors
આવતીકાલે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનાં 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર જવાના છે. ત્યારે 30 હજારથી વધુ સર્જરી અટકી જશે. એટલું જ નહીં ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી આવતીકાલે ગુજરાતના દર્દીઓએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલ પર ભરોસો રાખવો પડશે. જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર પર કોઈ અસર નહીં થાય.ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાબાબતે કરવામાં ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. 
 
આગામી શુક્રવારે જામનગર શહેરની 400થી વધુ તેમજ જિલ્લા ભરની 700 ખાનગી હોસ્પિટલોના તબીબો હડતાલમાં જોડાશે, અને એક દિવસ માટે હોસ્પિટલોમાં તમામ પ્રકારની સારવાર બંધ રહેશે.
 
આગામી તા.22 જુલાઈને શુક્રવારના રોજ રાજ્યભરના તમામ પ્રાઇવેટ ડોકટરો હડતાળ પાડશે. ખાનગી હોસ્પિટલમાં ઓપીડી તથા ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે.