શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 જુલાઈ 2021 (11:07 IST)

ચાર્જીંગમાં મોબાઇલ રાખીને ફોન પર વાત કરી રહી હતી યુવતિ, મોબાઇલમાં બ્લાસ્ટ થતાં યુવતિનું મોત

અવાર નવાર મોબાઇલમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આવો જ એક કિસ્સો ગુજરાતના મહેસાણાથી સામે આવ્યો છે. જ્યાં મોબાઇલ ચાર્જમાં રાખીને ફોન પર વાત કરી રહેલી યુવતિના ફોનમાં બ્લાસ્ટ થતાં મોત થયું છે. ગુજરાતના એક નાનકડા ગામની ઘટના તે બધા માટે ચેતવણી સમાન છે જે આ પ્રકારે મોબાઇલમાં ચાર્જ રાખીને ફોનનો ઉપયોગ કરે છે. 
વિસ્તૃત જાણકારી અનુસાર મહેસાણાના છેટાસણા ગામમાં રહેનાર શ્રદ્ધા દેસાઇનું થોડા દિવસ પહેલાં મોત થયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શ્રદ્ધાએ પોતાનો ફોન ચાર્જમાં મુક્યો હતો અને સાથે જ તે કોઇની સાથે વાત કરી રહી હતી. જોકે આ દરમ્યાન શ્રદ્ધાનો ફોન બ્લાસ્ટ થયો હતો અને મકાનના દરવાજા અને ઘાસચારમાં આગ લાગી હતી. જોકે સ્થાનિક રહીશોએ પાણીનો મારો કરી આગને કાબુમાં લઇ લીધી હતી. જેના લીધે તેનું મોત નિપજ્યું છે. શ્રદ્ધાના મોતના લીધે પરિવાર તથા ગામમાં શોક છવાયો છે.  
 
તમને જણાવી દઇએ કે આ પ્રકારની ઘટના સામે આવે છે. જ્યારે ચાર્જમાં મુક્યા છતાં મોબાઇલનો ઉપયોગ કરવાથી ફોન બ્લાસ્ટ થયો હોય. તેમછતાં પણ ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતાં નથી અને બેદરકારી દાખવે છે. જેના લીધે અવાર નવાર આ પ્રકારની ઘટના જોવા મળે છે.