બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (16:55 IST)

સાવધાન મિત્રો.... દિવાળીમાં ATMમાંથી નહી નીકળી શકે આ નોટસ

આ વખતે દિવાળીની શોપિંગ તમારે માટે પરેશાનીથી ભરેલી બની શકે છે.. કારણ કે તમને એટીએમમાંથી 500 અને 2000ની નોટ નહી મળી શકે..  રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ બેંકોને પત્ર લખીને દિવાળી સુધી એટીએમમાંથી 500 અને 2000ના નોટ કાઢવાની વ્યવ્સથા બંધ કરવા માટે કહ્યુ છે. આ નોટોને બદલ એ તમને એટીએમમાંથી 100 રૂપિયાની નોટ મળશે.. જો આવુ થાય છે તો માર્કેટમાં કેશની સૌથી વધુ સમસ્યા ઉભી થઈ જશે.. 
 
આરબીઆઈના આ પગલાથી લોકોની તહેવાર પહેલા ખૂબ મુશ્કેલી થઈ શકે છે.. દિવાળી એવો તહેવાર હોય છે જ્યારે લોકો સૌથી વધુ કેશ ખર્ચ કરે છે અને એટીએમથી વધુ પૈસા કાઢે છે.. નોટબંધી દરમિયાન પણ બેંક એટીએમમાં 100ના નોટ વધુ નાખી રહી હતી.  જેની સંખ્યા ખૂબ ઓછી હોય છે. હવે જોવાનુ એ હશે કે શુ ફરીથી નોટબંધીવાળો સીન દિવાળી જેવા મોટા તહેવાર પર જોવા મળશે..