શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (14:14 IST)

કોંગ્રેસે 14 બાગી ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં

રાજયસભાનું પરિણામ જાહેર થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસે બાગી ધારાસભ્યોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.  પક્ષના વ્હીપનો અનાદર કરીને ભાજપના ઉમેદવારને મત આપતા શંકરસિંહ વાઘેલા સહિત 14 ધારાસભ્યોને કોંગ્રેસે હાંકી કાઢ્યા છે. 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા પણ કોંગ્રેસનો વ્હિપ 14ને મળ્યો હોવાથી તમામને સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, માણસાના અમિત ચૌધરી, સાણંદના કરમશી પટેલ, જસદણના ભોળા ગોહેલ, જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ, જામનગર ઉત્તરના ધમેન્દ્રસિંહ જાડેજા, ગોધરાના સી.કે.રાઉલ, સિધ્ધપુરના બલવંતસિંહ રાજપુત, વિજાપુરના પ્રહ્લલાદ પટેલ, વિરમગામના ર્ડા. તેજશ્રી પટેલ, ઠાસરાના રામસિંહ પરમાર, બાલાસિનોરના માનસિંહ ચૌહાણ, વાંસદાના છના ચૌધરીનો સમાવેશ થાય છે.