1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (08:52 IST)

આજના સમાચાર - આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજ, 40થી વધુ લોકોને અસર, ભૂકંપનો આંચકો

breaking news
નવસારી: ગણદેવી તાલુકાના બીલીમોરામાં સરદાર માર્કેટ પાસે આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજ, 40થી વધુ લોકોને અસર, એક વ્યક્તિને શ્વાસ લેવામાં વધુ તકલીફ પડતા સારવાર માટે ખસેડાયા 
 
અમરેલીમાં ફરી મીતીયાળા ગામની ધરા ધ્રુજી: રાત્રિના 10.50 કલાકે ભૂકંપનો આંચકો આવતા ગામડાઓમાં ભયનો માહોલ છવાયો, 2.8 રીક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો આવ્યો હોવાની તંત્રની પુષ્ટી, કલાકમાં ત્રીજા ભૂકંપના આંચકાથી મીતીયાળામાં ભય
 
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં તક્ષશિલા એર બિલ્ડિંગમાં આગ લાગી, ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ, હાલ આગ લાગવા પાછળનું કારણ અકબંધ 

અમરેલી: લગ્ન પ્રસંગમાં ફાયરિંગ સાવરકુંડલાના મોલડી ગામની ઘટના  ફાયરિંગ કરી યુવાને રોફ જમાવ્યો
લોકોના ટોળા વચ્ચે ફાયરિંગ કરતા અનેક સવાલ

અમદાવાદ:ગોમતીપુરમાં હત્યાનો મામલો ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

G-20ને લઈ તડામાર તૈયારીઓ 7થી 9 ફેબ્રુઆરી સુધી કચ્છમાં બેઠક વિદેશી ડેલિગેટ્સને કચ્છની સંસ્કૃતિ બતાવાશે